અપક્ષના બે ઉમેદવારો ના ફોર્મ ના મંજૂર થયા છે
ચૂંટણી ને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા દિવસો માં ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં ગતના રોજ છેલ્લા દિવસે તમામ લોકોએ ઉમેદવારી પત્ર ભરી દીધું હતું . આજે કલેકટર કચેરી ખાતે ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય રાષ્ટ્રીય પાર્ટીના બંને ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા હતા સાથે જ અન્ય પક્ષો દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યા હતા તે પણ મંજુર થયા છે. સાથે જ ટેકનીકલ ખામીના કારણે બે ફોર્મ ના મંજૂર કરવામાં આવ્યા હતા. સાથે જ જે મુખ્ય ઉમેદવાર હતા તેમની સાથે ડમી ઉમેદવાર તરીકે ભરાયેલા ફોર્મ ના મંજૂર થયા હતા. આમ શાંતિપૂર્ણ રીતે ઉમેદવારોના ફોર્મની ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થઈ હતી.