દંપતિ મંદિરેથી દર્શન કરીને પરત આવતું હતું ત્યારે મહિલાને નિશાન બનાવી
વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે મંદિરેથી દર્શન કરીને દંપતિ પરત ઘરે જઈ રહ્યું હતું. તે દરમિયાન બાઈક પર આવેલા બે ગઠીયા પૈકી પાછળ બેઠેલા શકશે મહિલાના ગળામાં હાથ નાખીને રૂપિયા 20 હજારની સોનાની ચેન આચકીને ફરાર થઈ ગયા હતા. મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ગઠીયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલી નટરાજ નગર સોસાયટીમાં રહેતા હંસાબેન સુમનભાઈ પટેલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 16 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે હું તથા મારા પતિ સુમનભાઈ પટેલ ચાલતા ચાલતા કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલા કુબેરેશ્વર મહાદેવના મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન થઈ ગયા બાદ ત્યાથી પરત આવતા અમારા ઘરે જવા માટે નીકળ્યા હતા. તે દરમ્યાન સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે અમે આશીર્વાદ જવેલર્સની બાજુમાંથી અમારી સોસાયટી તરફ જતી ગલીમાથી ચાલતા હતા. તે વખતે અમારી સોસાપટીના દરવાજામાથી બે અજાણ્યા ઇસમો મોટરસાયકલ ઉપર બેસીને આવેલ અને અમારી બાજુમાથી તેમની બાઈક લઈને બે શખ્સો પસાર થયા હતા. જેમાં પાછળ બેસેલા શખ્સે મારા ગળામાં રૂપિયા 20 હજારની સોનાની ચેન આંચકીને ફરાર થઈ ગયા હતા. બૂમાબૂમ કરવા છતાં બંને ગઠીયા ભાગી જવામાં સફળ રહ્યા હતા. મહિલાને ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે બંને ગઠીયા ની શોધ ખોળ હાથ ધરી છે.