કાલોલ તાલુકાના વેજલપુર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી
કાલોલ ત
તારીખ:૨૮/૦૫/૨૦૨૫ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘૂસર ગામેથી એક સગીર વયનું બાળક જે અસ્થિર મગજનું હોય તે મળી આવ્યું છે, તેવી વેજલપુર પોલીસ સ્ટેશનમાં ટેલિફોન વર્ધી આવી હતી. જે આધારે પોલીસ ઇસ્પેક્ટર બી.એન.મોઢવાડીયાએ બીટના ઈનચાર્જ જમાદાર એ.એસ. આઈ નારણભાઈ બળવંતસિંહ તથા સર્વેલન્સ ટીમના માણસોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે આધારે તેઓએ ખાતરી તપાસ કરતા જાણવા મળ્યું કે એક સગીર વયનું બાળક કન્નડ ભાષામાં વાતચીત કરે છે. તેથી કન્નડ ભાષાના જાણકાર વેજલપુર ગામના આગેવાન હારુન અબ્દુલ રહીમ ખડખડનો સંપર્ક કરી સગીર બાળકનું નામ ધામ પૂછતા નિઝામ ગુડુશાદ કુરેશી રહે એમ.એસ.કે મદરકી તા.સુરપુર જી.ગુલબર્ગ રાજ્ય કર્ણાટકના હોવાનું જણાતા તેઓના પરિવારનો સમ્પર્ક નંબર મેળવી સગીર બાળકના માતા પિતાને વેજલપુર પોલીસ સ્ટેશન પંચમહાલ ખાતે બોલાવી બાળકને સહી સલામત કબજો આપ્યો હતો. ગુમ થયેલા સગીર વયના બાળકને તેના પરિવાર સાથે વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમે ઉમદુ ઉદાહરણ પૂરું પાડી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. આમ વેજલપુર પોલીસે એક વિખૂટા પડેલા બાળકને તેના પરિવાર સાથે મલીન કરાવ્યું હતું .જેથી પરિવારે પણ વેજલપુર પોલીસનો આભાર માન્યો હતો