Vadodara

કરજણ નગરપાલિકાના પ્રમુખ ઇલાબા અટાલિયાને બનાવાયા

કરજણ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર

તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પ્રમુખના નામની રાહ જોવાઈ રહી હતી. જેમાં ઇલાબા જયસિંહ અટાલીયાને કરજણ નગરપાલિકાના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે જયેશભાઈ જગદીશભાઈ પટેલને કરજણ નગરપાલિકાના ઉપપ્રમુખ તથા ઉપેન્દ્રકુમાર સોમચંદ્ર શાહ ને કારોબારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરજણ નગરપાલિકાના પ્રમુખપદ માટે સેન્સ પ્રક્રિયા થઈ હતી ત્યારે લેવાયેલી સેન્સ પ્રક્રિયા નો રિપોર્ટ પ્રદેશ કક્ષાએ મૂકવામાં આવ્યો હતો જે પછી જિલ્લા સંકલન બાદ પાર્લામેન્ટ્રી બોર્ડે નામો પર મહોર લગાવી હતી. મહત્વની વાત એ છે ઇલાબા અટાલીયા અગાઉ પણ કરજણ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે.

Most Popular

To Top