*વડોદરા નજીક કરજણ ટોલ પ્લાઝા પર કરાયેલા ટોલ વધારા મુદ્દે વડોદરાના સાંસદે માર્ગ તથા પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી રજૂઆત કરી*.
*ચોવીસ કલાકમાં બે વખત અવરજવર કરતા વાહનો પર પણ ટોલ ટેક્સ વધારો કરાતાં લોકો પર આર્થિક ભારણ વધ્યું*
*એક મહિના અગાઉ અચાનક કરજણ ટોલ ટેક્સમા 60%જેટલો વધારો કરી દેવાયો હતો*
(પ્રતિનિધિ) વડોદરા તા.14
એક તરફ મર્યાદિત આવક અને બીજી તરફ અસહ્ય મોઘવારીનો માર વેઠતી જનતા પર પડતાં પર પાટું સમાન
છેલ્લા એક મહિનાથી અચાનક વડોદરા નજીકના કરજણ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ માં 60% જેટલો વધારો કરવામાં આવ્યો હતો, પોતાના વાહનો સાથે દૈનિક વડોદરા થી ભરૂચ અને સુરત જતા એક લાખ કરતાં વધારે નાગરિકોને આર્થિક ભારણ ભોગવવું પડી રહ્યું છે સાથે જે નાગરીકો ચોવીસ કલાકમાં બે કરતા વધારે વખત થી આ ટોલ પ્લાઝાથી પસાર થતા એમના માટે ના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે લોકોએ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીને રજૂઆત કરી હતી. જે બાબતની ગંભીરતાથી નોંધ લઇ સાંસદ ડો. હેમાંગ જોશીએ
માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ભાઈ ગડકરીને રુબરુ મુલાકાત કરી પત્ર આપીને આ સમગ્ર મામલે રજૂઆત કરી છે.
કરજણનો ટોલ ટેક્સ ઘટાડો, સાંસદ જોશીની ગડકરીને રજૂઆત
By
Posted on