
પ્ર: રણબીર સાથેના મેરેજને ત્રણ વર્ષ થયા. કેવું લાગે છે? પતિ તરીકે રણબીર કેવો છે ?
આલિયા: એકદમ હુંફાળો અને ખૂબ કાળજી રાખનારો. રાહાનાં જન્મ પછી તે કમ્પલીટ ફેમિલીમેન થઇ ગયો છે.
પ્ર: રણબીર સ્પેશિયલ ફિલ કરાવે છે? એકટ્રેસ આલિયા કેમ બહુ વખાણ કરે છે.
આલિયા: હા, તેણે હમણાં કહ્યું કે ઇન્ડિયન સિનેમાની હિસ્ટરીમાં હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકટ્રેસ છું. આઇ ડોન્ટ ’નો. હું સહજ રહી કામ કરવામાં માનું છું ને વધારે સારી સ્ક્રિપ્ટ અને ડાયરેકટર મને વધુ સારી બનાવે છે.
પ્ર: રણબીરની ઇમેજ ગોસિપ મોંગરની છે. તમે તેનાથી ડિસ્ટર્બ થાવ છો ?
આલિયા: રિયાલિટી તો એ છે કે રણબીરને ગોસિપ ગમતી નથી. તે ખૂબ વાતોડિયો જરૂર છે પણ ગોસિપ કરે છે એવું નહીં કહી શકો.
પ્ર: તમે હમણાં 16 કિલો વજન ઊતાર્યું
આલિયા: મને મારી પર ભરોસો નહોતો પણ ઊતાર્યું. પૌઆં, ફળ, રોટી અને ગ્રિલ્ડ ચીકન મારા ડાયટનો ભાગ હતા. યાસ્મિન કરાંચીવાલા મારા ટ્રેઇનર હતા. રોજ દોડવાનું, પુશ-અપ્સ, યોગા, સ્કાઉટ મારા દૈનદિન જીવનમાં આવી ગયા એટલે શરીર તો ઊતરવાનું જ હતું.
પ્ર: તમારા જીવનમાં રાહા આવ્યાથી શું ફરક અનુભવો છો ?
આલિયા: અમારી ફેમિલીમાં તે નવી ગર્લફ્રેન્ડ છે અને તેણે મારામાં રહેલા મધરહુડને જગાડયું છે. મેં તેના માટે ડિજીટલ મેમરીબુક બનાવી છે. રાહા એકદમ તોફાની અને વાતોડી છે. તેને ‘નાટુ નાટુ’ સોંગ
બહુ ગમે છે, તેણે રણબીરને બદલી નાંખ્યો છે. બંને બહુ તોફાન મસ્તી કરે છે.
પ્ર: હમણાં તમારી સિસ્ટર શાહીનની લવસ્ટોરી હવામાં છે.
આલિયા: યાહ, ઇશાન મહેરા એક સર્ટિફાઇડ ફિટનેસ કોચ છે. તે અગાઉ ઇન્ટરનેશનલ સ્વિમર રહી ચુકયો છે. શાહીનની લવસ્ટોરી તેની ફિટનેસ સ્ટોરીનો જ ભાગ છે. ભટ્ટ ફેમિલીના ગેધરીંગમાં તે ઘણીવાર આવ્યો છે ને શાહીન માટે તે ડીપલી સપોર્ટીવ રહ્યો છે. શાહીને ઇન્સ્ટાગ્રામ પર રિલેશનશીપ જાહેર કરી જ છે તો મને શું કામ પૂછો છો?
પ્ર: તમે અત્યારે સંજય લીલા ભણશાલી સાથે ફરી કામ કરી રહ્યા છો, કેવું લાગે છે ?
આલિયા: તેમનું કામ પ્રત્યેનું સમર્પણ મને સૌથી વધુ પ્રભાવિત કરે છે. એ તમને આખાને આખા બદલી શકે છે. બોડી લેંગ્વેજને બદલી નાંખે છે. તમારું પાત્ર કઇ કઇ રીતે ડેવલપ કરી શકાય તે તેમની પાસે સમજો પછી જ સમજાય. સંજય લીલા ભણશાલી તેના કળાકારોને તેમની જ સીમા કેમ પાર કરવી તે સમજાવી શકે છે. જે દૃશ્ય ફિલ્માવવાનું હોય તેની ચર્ચા સંજય સર સાથે કરું છું અને તે તમને ભાન કરાવે છે કે 100 ટકા તો ફકત શરૂઆત છે તમારે તેનાથી વધારે એચિવ કરવાનું છે. હું સંજય સર સાથે ‘ઇન્સાલ્લાહ’માં પણ કામ કરી રહી હતી પણ જયારે મેં સાંભળ્યું કે તે ફિલ્મ હવે નથી બનવાની તો હું ખૂબ રડી હતી અને કેટલોય વખત મેં મને એક રૂમમાં બંધ કરી દીધી હતી.
પ્ર: દિપીકા અને કેટરીના સાથે તમારા કેવા રિલેશન છે? તે બંને રણબીરની લાઇફમાં રહી ચુકી છે.
આલિયા: એ બંને મારા માટે ફ્રેન્ડ છે. બંનેની રિસ્પેકટ પણ કરું છુ અને ફિલ્મોમાં તે વધુ સારી ભૂમિકામાં આવે તેવું ઇચ્છુ છું. બાકી દરેકની લાઇફમાં રિલેશનશીપ બને છે. કેટરીના મારી કલોઝેસ્ટ ફ્રેન્ડ છે એટલે અમે કયારે સાથે કામ કરીશું તેની ય ચર્ચા કરીએ છીએ. દિપીકા અમેઝિંગ એકટ્રેસ છે.
પ્ર: નીતુ સિંઘ તમારા સાસુ, તેમની સાથે કેવા રિલેશન છે?
આલિયા: નીતુ સિંઘ સાથે મારે સ્ટ્રોંગ બોન્ડ છે. સાસુ તરીકે તેઓ વંડરફૂલ છે. રણબીર પર પણ તેમની મમ્મીના વ્યકિતત્વનો ખૂબ જ પ્રભાવ છે. તેઓ અમારા જીવનમાં હંમેશા સપોર્ટિવ રહ્યા છે. અમારા બન્ને વચ્ચે એકદમ નેચરલ અને ઓર્ગેનિક ફ્રેન્ડશીપ છે. •