વડોદરા: ગોત્રી વિસ્તારનના યશ કોમ્પલેક્ષ પાછળ ઋત્ત્વ એન્કલાવમા રહેતા મેહુલ અરવિંદ પટેલ કપુરાઇ ચોકડી નજીક ક્રિષ્ના નાસ્તા હાઉસ નામે હોટલનો વ્યવસાય કરે છે. વરણામા પોલીસમાં તેમણે જણાવ્યું હતું કે તેમની કપુરાઈ ગામની સીમમાં શિપ્રા આઇકોન એપાર્ટમેન્ટની દુકાનમાં ૨૧મી તારીખે ભર બપોરે નોકર તરીકે ફરજ બજાવતા દિનેશ વક્તા માળી (રહે:રૂપનગર રેલવે સ્ટેશન નજીક,તા:ઝાલોર,રાજસ્થાન)અને (રહે:નાકારી ગાઉન, ટેન્ગાખાટ, દીબ્રુગઢ આસામ) લોહિત ઉર્ફે રાહુલ રબીદાસે રહે:નાકારી ગાઉન, ટેન્ગાખાટ, દીબ્રુગઢ આસામ)એ હોટલના ગલ્લાનો લોક તોડી નાખ્યો હતો અને માલિકની ગેરહાજરીમાં વકરામા આવેલા રોક્ડા રૂપિયા ૧,૯૫,૦૦૦ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બંને પરપ્રાંતીય તસ્કર નોકરોને હોટલ માલિકે એક સપ્તાહ પહેલા જ નોકરીમાં રાખ્યા હતા. તેમના ઓળખના પુરાવા પોલીસને આપતા તપાસ અધિકારી પીએસઆઇ એ એમ પરમારે તસ્કર બેલડીની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.