વોર્ડ અને સરપંચની પેટા ચૂંટણીમાં ૬૨ ટકા મતદાન
કપડવંજ: કપડવંજ તાલુકાની કુલ-૪ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં ઉત્સાહભેર મતદાન થયું છે.

વિવિધ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટેની ચૂંટણીમાં દહીઅપ, નવાપુરા,બારિયાના મુવાડા તથા ખડોલમાં તથા દંતાલી, ભગવાનજીની મુવાડી અને તોરણાની વૉર્ડ અને સરપંચની પેટા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો.જ્યારે કાયદો અને વ્યવસ્થા માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સાંજના ૫-૦૦ વાગ્યા સુધીમાં થયેલ અંદાજીત મતદાનમાં ખડોલ ૮૧.૩૧ ટકા, દહીઅપ ૮૨.૯૩ ટકા, નવાપુરા ૮૬.૧૨ તથા બારિયાના મુવાડામાં ૮૧.૬૪ ટકા જ્યારે પેટા ચૂંટણીમાં દંતાલીમાં સરપંચની ચૂંટણીમાં ૬૭.૯૮, તોરણામાં વૉર્ડ નં.રમાં ૨૮.૬૯ તથા ભગવાનજીના મુવાડીમાં વોર્ડ નં. ૩માં ૯૨.૮૩ ટકા મતદાન થયું છે.

.