Vadodara

કરોડીયા વિસ્તારમાં રૂ.13 કરોડના ખર્ચે નવું સુવેઝ પમ્પિંગ સ્ટેશન અને પ્રેશરલાઈનનું કામ શરૂ

ગોરવા–ઉડેરા–કરોડીયા વિસ્તારોના 1.90 લાખ લોકો માટે સુવેઝ ટ્રીટમેન્ટ સુવિધા

ઉડેરા ખાતે રૂ.54 કરોડથી 21 MLD ક્ષમતાનો નવો સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીની અમૃત-2.0 યોજના હેઠળ ઉડેરા ખાતે રૂ.54.04 કરોડના ખર્ચે 21 MLD ક્ષમતાનો સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) બનાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટ સપ્ટેમ્બર 2025 થી કાર્યરત કરાયો છે. આ સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ગોરવા, ઉડેરા અને કરોડીયા વિસ્તારોમાં હાલની અંદાજીત 85 હજાર લોકો સાથે કુલ ડિઝાઇન મુજબ 1.90 લાખ લોકોને લાભ થશે. આ પ્લાન્ટ કાર્યરત થતા ડ્રેનેજનું મલીનજળ તળાવ અથવા ખુલ્લા કાંસામાં જવાનું બંધ થશે. જેના કારણે વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ પરિસ્થિતિ ઉભી થશે તેમજ પર્યાવરણ સંરક્ષણમાં સુધારો થશે. સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પમ્પિંગ સ્ટેશન, ઇનલેટ ચેમ્બર, સ્ક્રીન ચેમ્બર, ગ્રીટ ચેમ્બર, બાયોલોજિકલ ટ્રીટમેન્ટ યુનિટ, ક્લોરીનેશન ટેન્ક, પાર્શિયલ ફ્લુમ અને સ્લજ હેન્ડલિંગ યુનિટનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ આ પ્લાન્ટમાંથી ટ્રીટ કરાયેલ પાણીની ગુણવત્તા BOD < 10 mg/l અને TSS < 10 mg/l જાળવવામાં આવશે.

હાલમાં ગોરવા–ઉડેારા–કરોડીયા વિસ્તારોમાં રૂ.46.18 કરોડના ખર્ચે નવીન ડ્રેનેજ ગ્રેવીટી નેટવર્ક નાખવાની કામગીરી ચાલી રહી છે. સંલગ્ન વોર્ડ સાથે સંકલન કરીને હાલના ડ્રેનેજને નવી લાઇન સાથે જોડવાનું કામ પ્રગતિ હેઠળ છે. ઉપરાંત, કરોડીયા વિસ્તારમાં રૂ.13.02 કરોડના ખર્ચે નવી પ્રેશરલાઈન સાથે સુવેઝ પમ્પિંગ સ્ટેશન બનાવવા માટેની કામગીરી પણ ચાલુ છે.

Most Popular

To Top