મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા કડાણા ડેમ નાં પાણીમાં આવેલ નદીનાથ મહાદેવ ડેમમાં પાણી ભરાતાં ડેમનાં પાણી માં ડુબી જાય છે ને ડેમમાં આ અરસામાં ડેમમાં પાણીની સપાટી 385ફુટ થતાં આ મંદિર માંથી પાણી ખસી જતાં આ મંદિર માં શિવભક્તો હોડી.નાવડીમા બેસી ને બમ બમ ભોલે નાં નારા સાથે દશૅને જાયછે ને શીવલીંગ ની પુંજા અચૅના કરી ને દશૅન કરીને ધન્યતા અનુભવે છે. 850 વર્ષ જૂનું આ પૌરાણિક નદીનાથમહાદેવનુ મંદિર કડાણા ડેમ ની જળ સપાટીમાં ઘટાડો થતા હાલ ખૂલ્યું થવા પામેલ છે. જ્યારે જ્યારે કડાણા ડેમ ની જળ સપાટી મા ધટાડો થાય છે ત્યારે ડેમમાં ઓલોકિક શિવજીની ગુફા પાણી નું સ્તર ઓછુ થતા શીવજીનાં દર્શન થાયછે..
કડાણા ડેમમાં હાલ પાણી ની સપાટી 376ફુટ.11ઈચ જોવાં મળે છે.હાલ કડાણા ડેમમાં પાણીની આવક 116 ક્યુસેક છે.હાલ કડાણા ડેમમાં થી કડાણા ડાબા કાંઠા નહેર માં 75 ક્યુસેક પાણી ને કડાણા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ને 5100કયુસેક પાણી છોડીને અપાઈ રહ્યું છે.