કવાંટ : મધ્યપ્રદેશમાંથી ગુજરાત રાજ્યમાં શાકભાજીની આડમાં લઈ જવાતા પીકઅપ ડાલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરનો કુલ કિ.રૂ. ૭,૧૧,૩૮૦નો પ્રોહી મુદ્દામાલ કવાંટ પોલીસે ઝડપી પાડયો હતો
આજરોજ કવાંટ પો.સ્ટે.ના પો.ઇન્સ. એ.આર.પ્રજાપતિ તથા પો.સ.ઇ. ચૌહાણ ધનીવાડી નાકા ઉપર ગણેશ મહોત્સવ નિમિત્તે વાહન ચેકીંગની કામગીરીમાં હતા. જે દરમ્યાન મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર MP-41-GA-4226ની અંદર ભીંડા ભરેલી બોરીઓની આડમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ તથા બિયરની કંપની સીલબંધ કુલ બોટલ નંગ – ૨૫૭૮ કુલ કિ.રૂ. ૭,૧૧,૩૮૦ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલી મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર MP-41-GA-4226ની કિ.રૂ. ૭,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૧ ની કિ.રૂ. ૧,૦૦૦ તથા અંગઝડતીના રોકડા – ૨,૫૦૦ મળી કુલ ૧૪,૧૪,૮૮૦ના મુદ્દામાલ સાથે આરોપી અનિલભાઈ જગતસિંહ બામણીયા , ઉવ. ૨૮ રહે. માલીપુરા, બાબલી ગામ, પોસ્ટ – આલી તા. ડહી જિલ્લો ધાર (મધ્યપ્રદેશ)ને પકડી પાડી કવાંટ પો.સ્ટેમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ગુનામાં સંડોવાયેલા સહ આરોપીઓ ક્રિષ્ણા તનુ સિસોદીયા રહે. વાલપુર તા. સોંઢવા જિલ્લો અલીરાજપુર (એમ.પી), મોનુ ઉર્ફે ભોલા જેના પુરા નામઠામની ખબર નથી રહે. ડભોઇ પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી છે.
રિપોર્ટર -પંચાલ ભાવેશ કવાંટ
કંવાટ : શાકભાજીની આડમાં લઈ જવાતો રૂ. 7.11 લાખનો દારૂ ઝડપાયો
By
Posted on