Vadodara

ઓલ્ડ પાદરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત,ચાલકો વચ્ચે થઈ શાબ્દિક ટપાટપી

( પ્રતિનિધિ )વડોદરા,તા.14

વડોદરા શહેરના જુના પાદરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને કાર ચાલકો વચ્ચે વાદવિવાદ સર્જાયો હતો. એક કાર ચાલકે સામેના કાર ચાલકની ભૂલ હોવાનું કહી તેના પર આક્ષેપ કર્યો હતો. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ, બંને કારને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરના જુના પાદરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ વિસ્તારમાં ટ્રાફિકના ભારણને કારણે ટ્રાફિક જામ થવોએ સામાન્ય બાબત બની ગઈ છે. જેના કારણે છાશવારે અકસ્માતો થતા હોય છે. પરંતુ, રાત્રી દરમિયાન ટ્રાફિક નહિ હોવા છતાં ઉતાવળની લ્હાયમાં બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની ઘટના દરમિયાન બંને કાર ચાલકો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. એક કાર ચાલકે સામેના ડ્રાઇવર પર ઝડપી વાહન ચલાવવાની અને ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરવાના આક્ષેપ કર્યા હતા. જ્યારે બીજા ચાલકે તેની જવાબદારીને નકારી કાઢી હતી. નોંધનીય છે કે, આવી ઘટનાઓ આ રોડ પર વારંવાર બને છે. કારણ કે રસ્તો સાંકડો અને વાહનોની સંખ્યા વધુ છે. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

Most Popular

To Top