Vadodara

ઓનલાઈન ગેમના રવાડે દેવું થતાં નાસીપાસ થયેલ મહિલા અને દીકરાને સાચો માર્ગ ચિંધતુ અભયમ, પાદરા

ઓનલાઇન ગેમનુ દેવું ભરવા યુવકે દોઢ લાખની રકમ વ્યાજે લીધી હતી

ખાનગી સિક્યુરિટીમા ફરજ બજાવતા પિતા અકસ્માતને પગલે પથારીવશ થતાં ઘરનો સંપૂર્ણ આધાર પુત્ર પર હતો

આજકાલ નૈસર્ગિક રમતોનુ સ્થાન ઇન્ટરનેટે લ ઇ લીધું છે. હાલમાં મોબાઇલ ફોન હાથવગું બની ગયું છે લોકો તેના ઉપયોગ કરતાં તેમાં આવતી લોભામણી જાહેરાતો તથા રાતોરાત લખપતિ બનવાની ખેવનામા બરબાદીના રસ્તે જ ઇ રહ્યાં છે.ઓનલાઈન ગેમ અને લોનથી બરબાદ થતાં યુવકોના અનેક કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યાં છે જે સમાજ માટે લાલબતી સમાન છે. આવોજ એક કિસ્સો ગતરોજ એક મહિલાએ 181મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે, દીકરો ફેકટરીમાં નોકરી કરે છે પરંતુ પગાર આપતો નથી અને પગાર વપરાય જાય પછી ઘરે આવે છે આ મોઘવારીમાં ગુજરાન કઇ રીતે ચલાવવું તે ખુબ જ મૂશ્કેલ બની ગયું છે.ત્યારે 181 અભયમ પાદરા ટીમે સ્થળ પર પહોચી યુવાન સાથે અસરકારક કાઉન્સિલગ કરતા જાણવા મળ્યું હતું કે,યુવક ઓનલાઈન ગેમમાં ટાસ્ક હારી જતાં લોન લીધી હતી જેનાં દર મહિને વ્યાજ સાથેનો હપ્તો ભરવાનો હોવાથી પગારમાંથી કઇ જ બચતું નથી.જેથી અભયમ ટીમે યુવકને કરકસર અને બીજું ઍક્ટ્રા કામ કરી આવક ઊભી કરવાં અને અડધી રકમ ઘર નિર્વાહ માટે આપવા સંમત કર્યા હતાં.
મળતી માહિતી મુજબ, મધ્યમ વર્ગી યુવાન ઓનલાઈનમાં ગેમમાં ટાસ્ક હારી જતા ઉંચા વ્યાજે દોઢ લાખ રૂપિયા લોન લીધી હતી જે ભરપાઈ કરવાંનુ ઓછા પગારમાં મૂશ્કેલ હતું. પિતા સિક્યુરીટીમાં નોકરી કરી પરિવારનુ ગુજરાન ચલાવતા હતાં થોડા મહિના પહેલા એક્સિડન્ટમાં ફેક્ચર થતા નોકરીએ જઇ શકતા ના હોવાથી દિકરા પર ઘરની જવાબદારી આવી પડી હતી અને દીકરાની આવક પર ઘરનું જીવનનિર્વાહ કરવા માટે આધાર રાખવો પડતો હતો.અભયમ દ્વારા અસરકારક રીતે માર્ગદર્શન આવ્યું હતું પરંતુ આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા વધુ કામ કરી આવક મેળવી શકાય તેમજ થોડી કરકસર પણ કરી ઘરના લોકોને સહયોગ આપી શકાય. ઘરમાંથી બહાર નીકળી જવુ તે યોગ્ય નથી.હિંમત હાર્યા સિવાય મુશ્કેલી માંથી બહાર નીકળવા વધુ પરિશ્રમ કરવાની આવશ્યકતા જણાવી હતી. અભયમની અસરકારક સમજાવટથી યુવકને પોતાની ભૂલ સમજાઇ હતી. આમ પારિવારિક સમસ્યાના હલની દિશામાં અભયમ દ્વારા સફળ પ્રયત્ન કરવામા આવ્યો હતો.

Most Popular

To Top