Vadodara

ઓડિઓ વાઇરલ કરવાની ધમકી આપી ઇન્ટર્ન તબીબે જુનિયર વિદ્યાર્થિની સાથે ઓરલ સેક્સ કર્યું

વડોદરામાં ગોત્રી મેડિકલ કોલેજના સિનિયર તબીબ દ્વારા અન્ય વિદ્યાર્થિનીઓ સાથે આવુ કૃત્યુ આચર્યું છે તેની પૂછપરછ શરૂ

પ્રતિનિધિ વડોદરા તા.18

ગોત્રી મેડિકલના સિનિયર ઇન્ટર્ન તબીબ દ્વારા જુનિયર તબીબ સાથે કરેલી બીભત્સ માગણીઓ નહી સંતોષવા દે તો તેના ઓડિયો વાઇરલ કરવાની ધમકી આપીને કોલેજના છત પર લઇ ગયો હતો. ત્યાં વિદ્યાર્થિની સાથે બળજબરી પૂર્વ શારીરિક અડપલ કર્યા બાદ તેની સાથે ઓરલ સેકસ કર્યું હતું. પોલીસે આરોપી તબીબે અન્ય કોઇ યુવતી સાથે કૃત્યુ આચર્યું છે કે નહી તેની તપાસ માટે તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ગાંધીનગરના નિર્ભય જોષી હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોકટર તરીકે ફરજ બજાવતો હતો. જ્યારે ડોક્ટર સાથે મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતી હતી. નિર્ભય જોષી તેના સિનિયર રેસિડેન્ટ ડોકટર થતા અવારનવાર તેની તેની પાસે માર્ગદર્શન મેળવવા માટે જતી હતી. બે વર્ષથી સાથે અભ્યાસ કરતા હોય બંને વચ્ચે મોબાઇલ પર વાતચીત થતી રહેતી હતી. ત્યારે ડોક્ટર વિદ્યાર્થીની સાથે ફોન પર તેની સાથે અશ્લીલ માગણી કરતો રહેતો હતો. પરંતુ વિદ્યાર્થિની તાબે થતી ન હતી. પરંતુ ડોક્ટરમાં વાસનાનો કીડો સડવળતો હોય તેની સાથેની તમામ વાતોનું ઓડિયો રેકોર્ડિંગ કરતો હતો. દરમિયાન 15 માર્ચના રોજ રાત્રીના સમયે ડોક્ટરે તબીબ વિદ્યાર્થીને ફોન કરી કહ્યુ હતું કે મારા ફોનમાં તારી સાથે થયેલી અશ્લીલ વાતોન રેકોર્ડિંગ છે. જો હુ કહું તેમ તુ નહી કરે તો ઓડિયો વાઇરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી વિદ્યાર્થિનીને આબરૂ જવાનો ડર થતા મને આડિયો આપી દેવા કહ્યું હતું. પરંતુ વાસના ભુખ્યા તબીબે તારી સાથેની વાતના ઓડિયોની પેનડ્રાઇવ મેડીકલ કોલેજના છત પર છે. જેથી વિદ્યાર્થિનીને તેણીને રાત્રીની 11 વાગ્યાની આસપાસમાં પેનડ્રાઇવ આપવાના બહાને છત પર લઇ ગયો હતો. ત્યારબાદ તેની સાથે બળજબરી કરવા લાગ્યો હતો. જેમાં યુવતીએ પ્રતિકાર કરતા તેના બરડામાં પર નખ વાગ્યા હતા અને તેની સાથે શારીરીક અડપલા કર્યા બાદ ઓરલ સેક્સ કર્યું હતુ. પોલીસે તેની ધરપકડ કરીને અન્ય કોઇ યુવતી સાથે આવુ કૃત્ય આચર્યુ છે કે નહી તેની તપાસ માટે બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.

બોક્સ- બે દિવસ પહેલા મેડિકલનું સર્ટી તેને મળવાનું હતું, પરંતુ તેના હાથમાં એફઆઇઆર આવી ગઇ

ગાંધીનગરના નિર્ભય જોષી છેલ્લા ત્રણ વર્ષથી ગોત્રી મેડિકલમાં અભ્યાસ કરતો હતો. ગોત્રી હોસ્પિટલમાં ઇન્ટર્ન સિનિયર તબીબ તરીકે પણ ફરજ નિભાવતો હતો. નિર્ભય જોષીને અભ્યાસ પૂર્ણ થઇ ગયો હતો અને બે દિવસ પહેલા તેનો અભ્યાસ પૂર્ણ થયાનુ સર્ટિ પણ મળવાનું હતું. પરંતુ વિનાશકાળ વિપરીત બુદ્ધ થઇ જતા તબીબના હાથમા મેડિકલ સર્ટિ આવવાના બદલે ઈપીકો કલમ 376, 377, 306(2)હેઠળ ગુનો  નોંધાયો હોવાની એફઆઇઆર આવી ગઇ હતી.

Most Popular

To Top