એસ.એસ.જી.હોસ્પિટલમા સુરક્ષા વ્યવસ્થામાં છીંડા, અહીં રહેતા અને ફરજ બજાવતા તબિબના વાહનો પણ સુરક્ષિત નથી
આશરે કિંમત રૂ 20,000ની કિંમતના હિરો હોન્ડા કંપનીના મોટરસાયકલની ચોરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 10
શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા આર એમ ઓ હોસ્ટેલ ખાતે રહેતા અને રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા તબીબની ન્યૂ સર્જીકલ વોર્ડના પાર્કિગમાં લોક મારી પાર્ક કરેલી આશરે રૂ 20,000ની કિંમતના મોટરસાયકલ ચોરીની રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ અહીં રાજ્ય તથા અન્ય રાજ્યોમાંથી રોજબરોજના ઘણા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.અહી સુરક્ષા વ્યવસ્થા માટે સિક્યુરિટી તો છે પરંતુ હોસ્પિટલમાં સુરક્ષાનો અભાવ જોવા મળે છે હોસ્પિટલમાં હત્યા, મારામારી અને ચોરી જેવા બનાવોએ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. અહીં મૂળ મહેસાણાના વતની અને હાલમાં એસ.એસ.જી.હોસ્પિટલના આર એમ ઓ હોસ્ટેલમાં રહેતા ગૌરવભાઇ હસમુખભાઇ ચૌધરી રહે છે અને વર્ષ -2022 થી રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે.તેમણે વર્ષ -2011મા પોતાના ઉપયોગ માટે હીરો હોન્ડા કંપનીની મોટરસાયકલ જનો રજીસ્ટ્રેશન નંબર જીજે -02-બી સી -2416ખરીદી હતી આ મોટરસાયકલ તેમણે ગત જાન્યુઆરી -2024મા એસ.એસ.જી.હોસ્પિટલના ન્યૂ સર્જીકલ બિલ્ડિંગ સામે પાર્કિગમાં લોક મારીને પાર્ક કરી હતી તેઓ પાસે બીજી એક મોટરસાયકલ હોવાથી તેનો ઉપયોગ કરતા હતા તેમણે ગત જુલાઇ -2024 સુધી પોતાની મોટરસાયકલ પાર્કિગમાં જોઇ હતી પરંતુ ગત ઓગસ્ટમાં પૂર આવ્યા બાદ તેઓ ગત 26 ઓગસ્ટ,2024ના રોજ પોતાની પાર્ક કરેલી મોટરસાયકલ જેની આશરે કિંમત રૂ 20,000તપાસ કરતાં મળી ન હતી તે સમયે આર સી બુક તથા મોટરસાયકલ ના કાગળિયાં અહીં ન હોવાથી જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી આ મામલે ગત તા.07મી માર્ચે ઓનલાઇન ઇ એફ આઇ આર નોંધાવી હતી અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
