Business

‘એસ્પિરન્ટ્સ’ યુનિવર્સમાં ગુરી ધૈર્યા કી લવ સ્ટોરી જોવા તૈયાર?

આપણા યુનિવર્સમાં હવે ફિલ્મોનું એક અલગ યુનિવર્સ બની રહ્યું છે, મેકર્સ નવી ફિલ્મ નહીં પણ યુનિવર્સમાં નવી વાર્તાઓ ઉમેરી રહ્યા હોય તે રીતે નવી ફિલ્મો, જુના કેરેકટર, કથાઓ બનાવી રહ્યા છે. આ બાબતે ઑડિયન્સને ગમે તેમ કરવું એ રૂલને ફૉલો કરતા બૉલિવુડ પણ હવે પોતાના ‘યુનિવર્સ’ ઉભા કરી રહ્યા છે. આની પાછળ પ્રોડક્શન હાઉસમાં રહેલું નફાનું ભેજું કામ કરતુ હોય છે.
મજેદાર, શુદ્ધ, દેશી, ઇન્ડિયન કોન્ટેન્ટ બનાવતું પ્રોડક્શન હાઉસ TVF પણ આવું એક યુનિવર્સ બનાવી ચૂક્યું છે. 2021માં વેબસિરીઝ યુટ્યુબ પર રિલીઝ કરી ‘એસ્પિરન્ટ્સ’ જેમાં UPSCની તૈયારી કરતા 5 એસ્પિરન્ટ્સ- અભિલાષ શર્મા, SK, સંદીપ ભૈયા, ગુરી, ધૈર્યા- તેમની દોસ્તી અને UPSC પાસ કરવાની વાર્તા પર આ સિરીઝ બની, દરેક કિરદાર મજેદાર. કોઈ નાનું મોટું નહિ અને લોકોને એટલી પસંદ પડી કે TVF પોતાની આદત મુજબ સિઝન-2 બનાવના પ્રોમીસ સાથે ફેન્સને રાહ જોવડાવી, 2023માં સિઝન-2 રિલીઝ કરી પણ તેની સાથે આ સિરીઝમાં રહેલા કેરેકટરની પર્સનલ વેબસિરીઝ પણ બનાવી, જેણે એસ્પિરન્ટ્સનું રાજેન્દ્ર નગર યુનિવર્સ બનવી દીધું- આ એસ્પિરન્ટ્સ યુનિવર્સમાં સંદીપ ભૈયા, SK સરની વેબસિરીઝ રિલીઝ થઇ ચુકી છે, જેમાં આ બંને કિરદારનાં જીવન આસપાસ સ્ટોરી ચાલે છે. પણ એસ્પિરન્ટ્સમાં જેમની ચર્ચા રહી એવા ગુરી અને ધૈર્યા આ બંનેની લવ સ્ટોરી કઈ રીતે બની?
એ સવાલનો જવાબ બધાને જાણવો હતો, જેને યુટ્યુબ પર રિલીઝ થયેલી ‘ગુરી ધૈર્યા કી લવ સ્ટોરી’ વેબસિરીઝમાં આ સવાલનો જવાબ મળી જશે. જેનો પહેલો એપિસોડ રિલીઝ થઇ ચુક્યો છે. જેમાં દિલ્હીનું રાજેન્દ્ર નગર ગુરી અને ધૈર્યા છોડી ચુક્યા છે, આ સિરીઝ એસ્પિરન્ટ્સનું સ્પિનઓફ છે. અભય રાઉત એ ડિરેક્ટ કરી અને TVFનો પરમેનન્ટ+ટેલેન્ટેડ એક્ટર શિવંકિત સિંહ પરિહાર ગુરી તરીકે અને નમિતા દુબે- ધૈર્યાના રોલમાં છે. આ શોને અભિનંદન શ્રીધર, ગુંજન સક્સેના અને સોનલ શિયોપોરી એ લખ્યો છે. હજી સુધી એક એપિસોડ જ રિલીઝ થયો છે. જે ઑડિયન્સ દર અઠવાડિયાની રાહ જોઈ શકતા હોય તેઓ આ સિરીઝ હમણાંથી જોવાનું ચાલુ કરી શકે છે, પણ જે બિન્જ વોચ કરવા માંગે છે તેમને રાહ જોવી રહી. જેમણે એસ્પિરન્ટ્સ જોઈ હશે તેમને આ સિરીઝ જોવી ગમશે, ઉપરાંત જેમને આ સિરીઝ જોવી છે તે એસ્પિરન્ટ્સ જોઈને આ જોવાનું શરૂ કરી શકે છે. •

Most Popular

To Top