ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અગાઉ ત્રણ અધિકારીના નિવેદન લેવાયાં હતા
વિદેશ જતા રહેલા નિવૃત થયેલા અધિકારીને બોલાવાશે
પ્રતિનિધિ વડોદરા તા.12
વડોદરા આણંદ જિલ્લાના મુજપુર ગંભીરા બ્રિજ તુટી પડવાની ઘટનાને લઇને ચાર જેટલા અધિકરીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ત્યારે આ કેસની તપાસ એસીબી દ્વારા એસઆઇટી કમિટી દ્વારા સસ્પેન્ડેડ એન એમ નાયકાવાલા એસીબી કચેરી બોલાવી 6 કલાક સુધી પૂછપરછ કરાઇ હતી.
વડોદરા તથા આણંદ જિલ્લાના જોડતા મુજપુર ગંભીર બ્રિજ તાજેતરમા વચ્ચે તુટી જતા બે કટકા થઇ ગયા હતા. જેમાં ઘણા નિર્દોષ લોકોના મોત નિપજ્યાં હતા. ત્યારે પોતાના ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારી એન.એમ.નાયકાવાલા કાર્યપાલક ઇજનેર, યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને આર.ટી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે.વી.શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. જ્યારે આ ગુનામાં અન્ય નિવૃત અધિકારી કે બી થોરાટનો પણ સમાવેશ થાય છે ત્યારે ગુનાની ગંભીરતાને ધ્યાન રાખીમાં સરકાર દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોને ઘનિષ્ઠ તપાસ કરવા માટે સુચના આપવામાં આવી હતી. જેથી મકરંદ ચૌહાણ , સંયુક્ત નિયામક, પીએચ ભેસાણીયા, એ એન પ્રજાપતિ, આર બી પ્રજાપતિ, એ જે ચૌહાણ અને એમ જે સિંદે સંચાલિત ગુનાની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન કમિટીની રચના કરાઇ હતી. ત્યારે આ કમિટી દ્વારા તપાસ શરૂ કરાઇ છે. જેમાં એસીબી દ્વારા અગાઉ નાયબ કાર્યપાલક ઇજનેર આર સી પટેલ તથા જે વી શાહ અને મદદનીશ ઇજનેરના અગાઉ નિવેદન લેવાયાં હતા. ત્યારે 12 ઓગષ્ટના રોજ માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર એન.એમ. નાયકાવાલાને નિવેદન માટે એસીબી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યાં હતા અને તેમનું સીટના સભ્યો દ્વારા 6 કલાક સુધી પૂછપરછ કરી નિવેદન લેવામાં આવ્યું હતું.