Vadodara

એમ.ડી ડ્રગ્સ સાથે પકડાયેલા બંને આરોપીઓ 3 દિવસના રિમાન્ડ પર

વડોદરા : કારેલીબાગ વિસ્તારમાંથી પકડાયેલા ડ્રગ્સના બંને આરોપીઓને 3 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. જોકે, હજુ મુખ્ય સૂત્રધાર સુધી પોલીસ પહોંચી શકી નથી. SOGની ટીમે રેડ દરમિયાન પૂર્વી દિપકભાઇ રાણા(ઉ.33) અને તેનો સાગરિત ઇમ્તિયઝ જુમ્માશા દિવાન(ઉ.28) મળી આવ્યા હતા.

પોલીસે મકાનમાં તપાસ કરતા તિજોરીમાંથી MD ડ્રગ્સની પ્લાસ્ટિકની 6 થેલી મળી આવી હતી. આમ 48,100 રૂપિયાની કિંમતની MD ડ્રગ્સની કુલ 8 પ્લાસ્ટિકની થેલી મળી હતી. આ ઉપરાંત 2400 રૂપિયાની કિંમતના પેન્ટાઝોસીન ડ્રગ્સના 8 ઇન્જેક્શન મળી આવ્યા હતા. ડ્રગ્સના વેચાણના એક હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

પોલીસે 93,800 રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ઇમ્તિયાઝ દિવાનની અંગજડતી દરમિયાન તેની પાસેથી 45,700 રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ મળ્યું હતું અને ડ્રગ્સના વેચાણના 3100 રૂપિયા મળી આવ્યા હતા. આમ પોલીસે બંને પાસેથી 93,800 રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને 3 મોબાઇલ જપ્ત કર્યાં હતા.

આમ કુલ 1,20,800 રૂપિયાનો  મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એનડીપીએસના આરોપમાં મહિલા પૂર્વી રાણા અને તેના સાગરીત ઈમ્તિયાઝ દિવાનની પોલીસે ધરપકડ કરીને બંનેના અદાલતમાંથી ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા છે.તેમજ મુખ્ય સુત્રધાર ડ્રગ્સ સપ્લાયર મહંમદસફી મિસ્કીનશા દિવાનને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે.

બંને આરોપીઓની પુછપરછમાં આ  ટોળકી યુવા પેઢીને ટાર્ગેટ કરતી હતી.  ઇમ્તિયઝ જુમ્માશા દિવાન છેલ્લા 3 વર્ષથી ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો છે. તેની વિરૂદ્ધ 2018માં મેથેમ્ફેટામિન અને પેન્ટાઝોસીન ડ્રગ્સના ઇન્જેક્શનની હેરાફેરી અને વેચાણ અંગેનો ગુનો નોંધાયો હતો. આરોપી મહંમદસફી મિસ્કીનશા દિવાન પૂર્વી રાણાના ઘરમાં ડ્રગ્સનો જથ્થો રાખતો હતો.

પૂર્વી રાણા તેનું કમિશન લેતી હતી. જ્યારે ઇમ્તિયાઝ ગ્રાહકો શોધીને ડ્રગ્સનું વેચાણ કરતો હતો. SOG દ્વારા દરોડો પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરાયો હતો. ઝડપાયા તે માત્ર નાના ડ્રગ પેડલર છે જ્યારે મુખ્ય સપ્લાયર તો હજી ફરાર હોવા છતા પોલીસ અંધારામાં બે દિવસથી ફાંફા મારી રહી છે.બે દિવસ બાદ માત્ર બે પેડલરને દેખાડીને પોલીસ છાતી ફુલાવીને ફરી રહી છે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top