Vadodara

એમ.એસ.યુ માં ફેકલ્ટી ઓફ કોમર્સના વિધ્યાર્થી સાથે બહારના તત્વોની મારામારી…

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સ ના મેઇન બિલ્ડીંગ પાસે વિદ્યાર્થી અને બહારના તત્વો દ્વારા છુટા હાથની મારામારી થઈ હતી.

વિદ્યાર્થીનુ કહેવું છે તેને બહારના કેટલાક તત્વો દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસથી હેરાન કરવામાં આવે છે,ત્યાર પછી શનિવારે બહારનો વ્યક્તિ આવી કોમર્સના વિધ્યાર્થી સિધ્ધાર્થ પાટીલ સાથે બોલાચાલી કરી અને અપશબ્દ બોલતા વાત મારા મારી સુધી પહોંચી હતી .બનાવને પગલે લોકો તથા સુરક્ષા કર્મીઓ દોડી આવી દરમિયાનગીરી કરવામાં આવી હતી. આ મામલો ઉગ્ર બોલાચાલી, અપશબ્દો બાદ મારામારી સુધી પહોંચ્યો હતો.
સિદ્ધાર્થ પાટીલ કોમર્સ ફેકેલિટી નો વિદ્યાર્થી છે જેનું કહેવું છે કે, છોકરીના લીધે આ મારામારી થઈ, મારા મારી થતાં આગળની કાર્યવાહી એમ.એસ. યુ. ના સિક્યુરિટી કર્મચારી એ હાથ ધરી…

Most Popular

To Top