રાવપુરા પોલીસે સુસાઇડ નોટ સાથે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
યુવતી ગત સપ્ટેમ્બર -2024મા અભ્યાસ માટે વડોદરા આવી હતી

(પ્રતિનિધિ) વડોદરા તા. 29
વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના ફાર્મસી ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી અને રાવપુરા વિસ્તારમાં આવેલા નવરંગ સિનેમા પાસેના નર્મદા એપાર્ટમેન્ટમાં ચોથા માળે 408 નંબરના મકાનમાં રહેતી બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર પરીક્ષાના પ્રથમ પેપર પહેલાં જ તેણે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.સમગ્ર બનાવ અંગે રાવપુરા પોલીસે સુસાઇડ નોટ સહિત જરૂરી પૂરાવાઓ એકત્રિત કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બાંગ્લાદેશની 20વર્ષીય વિદ્યાર્થીની મોહોના માહોરકુમાર મોન્ડોલ બાંગ્લાદેશમાં ધોરણ 12સાયન્સમા 90%સાથે પાસ થઈ ગત સપ્ટેમ્બર -2024મા વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના ફાર્મસી કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવી બાંગ્લાદેશ થી વડોદરા આવી હતી અને ફાર્મસીનો અભ્યાસ કરતી હતી શરુઆતમાં દસેક દિવસ તે અન્ય યુવતીઓ સાથે હોસ્ટેલમાં રહી હતી પરંતુ ત્યારબાદ તેણીએ રાવપુરા વિસ્તારમાં આવેલા નવરંગ સિનેમા પાસે આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં ચોથા માળે 408નંબરના મકાનમાં એકલી રહેતી હતી ગત મંગળવારે ફાર્મસીની પરીક્ષા નું પ્રથમ પેપર સવારે 11વાગ્યે હતું પરંતુ તે પરીક્ષા આપવા પરીક્ષા ખંડમાં પહોંચી ન હતી જેથી તેની ક્લાસમેટ બાંગ્લાદેશી અન્ય વિદ્યાર્થીનીઓ ચિંતીત થઈ હતી અને બપોરે 2 વાગ્યે પેપર પૂરું થયા બાદ મોહોનાને ફોન કર્યા હતા પરંતુ મોહોનાએ ફોન રિસિવ કર્યા ન હતા જેથી મોહોનાના મિત્ર વર્તુળે બાંગ્લાદેશમાં રહેતા મોહોનાના પરિવારને કોલ કર્યો હતો પરંતુ ફોન રિસિવ ન થતાં મોહોનાની સહેલી કેટલાક મિત્રો સાથે રાત્રે સવા દસની આસપાસ નર્મદા એપાર્ટમેન્ટમાં ચોથા માળે પહોંચી હતી અને દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરવાજો લોક હોઇ દરવાજો તોડી અંદર ગયા હતા જ્યાં મોહોના પંખા સાથે લટકતી હાલતમાં મળી હતી જેથી મોહોનાની સહેલી અને મિત્રોએ રાવપુરા પોલીસને જાણ કરી કરી હતી પોલીસે બનાવ સ્થળે પહોંચી મૃતદેહને ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલના કોલ્ડ રૂમમાં ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.આ દરમિયાન પોલીસને બનાવ સ્થળેથી સુસાઇડ નોટ મળી આવી હતી જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે
બાંગ્લાદેશી વિધ્યાર્થીનીએ ડિપ્રેશન કે અન્ય કોઈ કારણોસર આ પગલું ભર્યું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે
મોહોના મોન્ડલ મૂળ બાંગ્લાદેશની 20વર્ષીય વિધ્યાર્થીની હતી અને વર્ષ -2024સપ્ટેમ્બરમા અહીં અભ્યાસ માટે આવી હતી જ્યાં એમ.એસ.યુનિવર્સિટીના ફાર્મસી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને રાવપુરા વિસ્તારમાં આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં ચોથા માળે એકલા રહેતી હતી. મંગળવારે પ્રથમ પરીક્ષા પેપરમાં ન જતાં તેની સહેલી અને મિત્રોએ તેણીનો તથા તેના બાંગ્લાદેશ રહેતા પરિવારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતાં જે થઇ શક્યો ન હોય તેના રૂમ પર ગયા હતા જ્યાં તેણીએ પોતાના રુમમાં પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઇ લીધો હતો જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી તપાસ હાથ ધરી છે બનાવ સ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી છે તે પોલીસે કબજે લીધી છે અને તેણીએ ડિપ્રેશન કે અન્ય કોઈ કારણોસર આ પગલું ભર્યું છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
-અશોક રાઠવા, એસીપી,સી ડિવિઝન