શાળાના બાળકોએ સિંહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લીધી
((પ્રતિનિધિ) વડોદરા તા.11
તા.10 મી ઓગસ્ટ ને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શહેરના લક્ષ્મીપુરા રોડ ખાતે આવેલી એન.એસ.રામી (પ્રા.) વિધ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી સાથે જ એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે માહિતી આપવામાં આવી હતી.
તા.10 મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. સમગ્ર વિશ્વમાં આજે સિંહોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે એક ચિંતાનો વિષય બન્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં વન્ય જીવ એવા સિંહોના સંરક્ષણ અને તેના સંવર્ધન માટેની ચિંતા કરી વિશ્વ સિંહ દિવસ મનાવવામાં આવે છે ત્યારે શહેરના લક્ષ્મીપુરા રોડ ખાતે આવેલા સપનાના વાવેતર હોલ પાછળ એન.એસ.રામી /(પ્રા) વિધ્યાલય ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોને એશિયાઇ સિંહોનો ઇતિહાસ અને વર્તમાન વિશેની માહિતી આપવામાં આવી હતી તેમજ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન શા માટે કરવું જોઈએ. મુલાકાતીઓ દ્વારા સિંહોના વસવાટ ના સ્થળોએ શું ધ્યાન રાખવું જોઈએ તથા એશિયાઈ સિંહોને બચાવવા માટે સાથે જ જનજાગૃતિ લાવવા માટે આપણે શું કરવું જોઈએ તેની વિસ્તૃત માહિતી શાળાનાં શિક્ષકો દ્વારા બાળકોને આપવામાં આવી હતી. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લીધી હતી.