1961માં દેશની પ્રચલિત સાઈકલ નિર્માતા કંપની એટલાસએ કંપનીની 10મી વર્ષગાંઠના અનુસંધાનમાં એક મહિલા સાડી પહેરીને સાઈકલ ચલાવતી પ્રદર્શિત કરી હતી, જે પછી તે મહિલા સશક્તિકરણનું પ્રતીક બની હતી. એટલાસ કંપનીના માર્કેટ લીડર બનવાનાં કારણો આ હતાં કે (1) એટલાસે શરૂઆતથી જ સાઈકલો બજારમાં સસ્તા દરે રજૂ કરી હતી. (2) તે સમયે એટલાસ સાયકલનું નેટવર્ક ખૂબ જ સારું હતું. નાની દુકાનોથી માંડીને મોટાં શહેરો સુધી તેના ડીલરો, સર્વિસ સેન્ટર હતાં અને તેના સ્પેરપાર્ટસ પણ સરળતાથી મળી જતા હતા.
(3) એટલાસ કંપની સાઈકલોની નિકાસ મ્યાનમાર અને આફ્રિકા સહિતના દેશોમાં કરી જેનાથી એટલાસ બ્રાન્ડને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ હતી. આ કંપની અચાનક બજારમાંથી ગાયબ થઈ અને તેની પડતી કેમ થઈ તેનાં કારણો છે કે બજારમાં ગીયરવાલી સાયકલો આવી ત્યારે નવી ટેકનોલોજી અપનાવી નહીં. પારિવારિક વિવાદો અને નાણાંકીય સંકટ ખૂબ જ વધી ગયું હતું, જેના પરિણામે આ કંપનીનો બજારમાંથી અસ્ત થઈ ગયો. આ રીતે એટલાસ ખૂબ જ જૂની-જાણીતી કંપનીનો કરુણ સૂર્યાસ્ત થઈ ગયો.
મોટા મંદિર, સુરત- રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.