બાળકો જાતજાતના રમકડાઓથી રમે છે પણ એક રમકડું એવું શોધાયું છે જેનાથી માત્ર બાળકો જ નહીન પણ યુવાનો અને વૃધ્ધો પણ રમે છે. બાળાઓ નહી યુવતીઓ અને વૃધ્ધાઓ પણ રમે છે એ છે આપણો આજનો મોબાઇલ. પહેલા ઘડીયાળ વગરનો ખાલી હાથ ભાગ્યે જ જોવા મળતો આજે મોબાઇલ રૂપી રમકડા વગરનો ખાલી હાથ ભાગ્યે જ જોવા મળે છે.
કોઇ વૃધ્ધ કે વૃધ્ધાના હાથમાં દૂરથી તમે કંઇક જોવો તો એને હનુમાન ચાલીસા, કે ગાયત્રી ચાલીસા માનવાની ભૂલ ના કરશો. એ અવસ્ય મોબાઇલ જ હશે. મોબાઇલના અનેક ફાયદાઓ છે પણ મોટે ભાગે લોકો એાન ગેરફાયદાઓનો જ લાભ લે છે. પરિણામે મોબાઇલ સમાજ માટે ભવિષ્યમાં ઘાતક બને તો નવાઇ નહીં.
સુરત – ઉપેન્દ્ર કે. વૈષ્ણવ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.