Vadodara

નર્મદામાં આવક ચાલુ રહે તો કાલે સવારથી 2.86 લાખ ક્યુસેક પાણી છોડશે

હાલમાં ડેમના પાંચ દરવાજા ખોલાયા, બંધના નીચલા વિસ્તારમાં ૫૦,૦૦૦ કયુસેક પાણી વહેશે

વડોદરા જિલ્લાના નીચાણ વાળા વિસ્તારોના ગામોમાં લોકોને સાવચેત રહેવા અપીલ


વડોદરા: ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી આજતા. ૩૧,૦૭,૨૦૨૫, ૧૧: ૩૦ કલાકે સરદાર સરોવર બંધનાં ૦૫ દરવાજા ૨.૦૦ મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૫૦,૦૦૦ કયુસેક પાણી વહેશે. આ જ પ્રમાણે પાણીની આવક રહે તો આવતીકાલ સવારે 8 કલાકથી લગભગ ૨.૮૬ લાખ ક્યુસેક પાણી છોડાવાની જાહેરાત કરવામાં આવી છે.

નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં ૦૫ મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના- સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૮૬,૦૦૦ (૩૬,૦૦૦+ ૫૦,૦૦૦) કયુસેક પાણી છોડવામાં આવશે.
આથી સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

તા. ૩૧/૭/૨૦૨૫
સમય – ૦૧/૩૦ કલાક
મહત્તમ સપાટી – ૧૩૮.૬૮ મીટર
હાલની સપાટી – ૧૩૧.૦૦ મીટર
ગ્રોસ સ્ટોરેજ – ૭૧૫૧.૬૭ MCM
પાણીનો સંગ્રહ – ૭૫.૬૦%
પાણીની આવક – ૪,૨૨,૪૯૫ ક્યુસેક
નદીમાં પાણીની જાવક – ૮૫,૩૬૭ ક્યુસેક
કેનાલમાં પાણીની જાવક – ૪,૧૯૦ ક્યુસેક
છેલ્લા ૨૪ કલાકમાં પાણીની સપાટીમાં ૨.૭૧ સે.મી. નો વધારો
છેલ્લા ૨૪ કલાકમાં પાણીની સપાટીમાં ૬.૫૭% નો વધારો
હાલમાં ડેમના ૫ દરવાજા ૨ મીટર ખુલ્લા
આ જ પ્રમાણે પાણીની આવક રહે તો આવતીકાલ સવારે 8 કલાકથી લગભગ ૨.૮૬ લાખ ક્યુસેક પાણી છોડાવાની જાહેરાત.

Most Popular

To Top