Chhotaudepur

ઉનાળાની ગરમીનો પ્રકોપ શરૂ થતા જ ઠેર ઠેર શેરડીના રસની હાટડીઓ જોવા મળી

આ વર્ષે શેરડી, ટ્રાન્સપોર્ટ અને મજુરી મોંઘી થતા પ્રતિ ગ્લાસે પાંચ રૂપિયાનો વધારો

બોડેલી:

છોટાઉદેપુર જિલ્લામા ઉનાળાની ગરમીનો પ્રકોપ શરૂ થતા જ પ્રજાજનો ગરમીથી બચવા ઠંડી ચીજવસ્તુઓ ધરતી પરનુ અમૃત શેરડીના રસનો પીવામા ઉપયોગ કરી પોતાની તરસ છીપાવી રહ્યા છે. વહેલી સવારે અને મોડી રાત્રે વાતાવરણમા ઠંડક પ્રસરી રહી છે.જ્યારે બપોર દરમિયાન વાતાવરણમા આગ ભભૂકતી ગરમીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે.ગરમીથી રાહત મળે તે માટે લોકો આઇસક્રીમ, ઠંડાપીણા,શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે.શેરડીના રસ વેચનારાઓની ઠેર ઠેર રસ્તાઓ પર હાટડીઓ જોવા મળી રહી છે.આ હાટડીઓ ચલાવનારા મોટાભાગે મહારાષ્ટ્રથી દર વર્ષે ગુજરાતના વિવિધ જિલ્લાઓમા ચાર મહિના સુધી ધંધાર્થે આવી રોજગારી મેળવે છે.

મોડાસરથી વડાતલાવની વચ્ચે શેરડીના રસની હાટડી ચલાવતા રામભાઈ જણાવે છે કે અમારા મહારાષ્ટ્રના અંદાજે 150 થઈ વધુ ભાઈઓ પોતાના પરિવાર સાથે માર્ચ મહિનાથી છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય રસ્તાઓ, મથકોએ શેરડીના રસની હાટડીઓ ચલાવી લોકોની તરસ છીપાવી રોજગારી મેળવીએ છીએ. અમે છેલ્લા 20 વર્ષથી છોટાઉદેપુર જિલ્લામા ઉનાળો શરૂ થયેથી વરસાદ વરસતા સુધી રોકાઈને રોજગારી મેળવતા આવ્યા છીએ.અહી અમે શેરડીની 420 નંબરની જાતમાંથી ખુબ મધુર શેરડીનો રસ લોકોને હોશેહોશે પીવડાવી તેમની તરસ છીપાવીએ છીએ.ગત વર્ષે અમો એક ગ્લાસના પંદર રૂપિયા લેતા હતા. આ વર્ષે શેરડી,ટ્રાન્સપોર્ટ અને મજુરી મોઘી થતા પ્રતિ ગ્લાસે પાંચ રૂપિયાનો વધારો કરી વીસ રૂપિયામા આપીએ છીએ.હાલ તો બપોરે ગરમીના પારામા વધારો થતા લોકો કાળઝાળ ગરમીથી બચવા ધરતી પરના અમૃતરસ શેરડીનો રસ પી રહ્યા છે અને પોતાની તરસ છીપાવી રહ્યા છે.

Most Popular

To Top