Vadodara

ઉતરાયણને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા ચાર દરવાજા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રે ફૂટ પેટ્રોલિંગ કરાયું

ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના ચાર દરવાજા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રે ફૂટ પેટ્રોલિંગ કરાયું

કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા નામદાર કોર્ટના જાહેરનામા નું પાલન થાય તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવશે

જોઇન્ટ પોલીસ કમિશનર ડો.લીના પાટીલ સહિત ડીસીપી ઝોન -3 અને ઝોન -4, એસીપી તથા તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ પણ જોડાયા

મકરસંક્રાંતિ (ઉતરાયણ) પર્વનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને શહેરના માંડવી ચાર દરવાજાથી ગેંડીગેટ દરવાજા, ચોખંડી થી પ્રતાપનગર, ફતેપુરા થી સંગમ ચારરસ્તા જેવા વિસ્તારોમાં મુખ્ય પતંગ બજારની દુકાનો અને સ્ટોલ તથા પથારાઓ લાગી ગયા છે અહીં પતંગ,દોરી, ચશ્મા,ટોપી સહિતની તમામ વસ્તુઓની ખરીદી કરવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં આવતા હોય છે ખાસ કરીને રવિવારે અને ઉતરાયણના એક દિવસ પૂર્વે મધરાતે પતંગોની હરાજી થતી હોય છે જેમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે ત્યારે આવા માહોલમાં ખિસ્સા કપાવવાના, છેડતી, બોલાચાલી અને મારામારી જેવા બનાવો ન બને તેમજ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા કાચના ઉપયોગ વાળી દોરીના વેચાણ અંગેના જાહેરનામાનો ભંગ ન થાય,સૌ શહેરીજનો શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દપૂર્ણ રીતે ઉતરાયણ પર્વની ઉજવણી કરે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા રવિવારે મોડી સાંજે શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તારથી સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર ના માર્ગદર્શન અને સૂચના મુજબ જોઇન્ટ શહેર પોલીસ કમિશનર ડો.લીના પાટીલની દોરવણી હેઠળ આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેમની સાથે ડીસીપી ઝોન -3, ડીસીપી ઝોન -4,એસીપી તથા પાણીગેટ,સિટી પોલીસ સ્ટેશન,વાડી પોલીસ સ્ટેશન, નવાપુરા પોલીસ સ્ટેશન, ક્રાઇમબ્રાન્ચ, મહિલા પોલીસના પોલીસ અધિકારીઓ ખાસ જોડાયા હતા.શહેરના માંડવી ચાર દરવાજા, ચાંપાનેર દરવાજા થી ફતેપુરા,સંગમ ચારરસ્તા કુંભારવાડા, ફતેપુરા,અડાણીયા પુલ, ગેંડીગેટ સહિતના સમગ્ર સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તદ્પરાંત ઉતરાયણ પર્વને લઇને ત્રણ કંપની એસ આર પી ની બોલાવવામાં આવી છે જે વડોદરા શહેર પોલીસ સાથે શહેરમાં શાંતિ સાથે ઉતરાયણ પર્વની ઉજવણી થાય તે માટે ખડેપગે તૈનાત રહેશે

Most Popular

To Top