Charchapatra

ઉઠાંતરી યુગ ચાલે છે

બહુચર્ચિત સાહિત્યિક બાબતો જે આજકાલની નથી. વર્ષોથી પહેલાંના સમયમાં પણ પ્રિન્ટ મીડિયામાં ઘણી વખત જોવા – વાંચવા – સાંભળવામાં આવ્યું હતું કે, લખે છે કોણ ને એને પોતાના નામે ચડાવી ધકેલે કોણ! અને એવા કહેવડાવતા ભ્રષ્ટાચારને પોષતા કંઈક અનામી લેખકો, કવિઓ, કવયિત્રીઓ  અને ઘણાંખરાં અખબારોમાં જે તે વિષય વિભાગના સંપાદિત કરનારાઓ પણ‌ એટલા લાલચી અને ભ્રષ્ટ. ઘણાં તો જાણે વર્ષોથી સાહિત્યસર્જનમાં માહિર હોય અને સંશોધનકર્તા હોવાના મહાભ્રમમાં રાચતા અને સોશ્યલ મીડિયા પર છવાઈ જવાના પાગલપનમાં પોતાની રીલ પોતે જ ઉતરાવી રાતોરાત ખ્યાતનામ બનવાનાં સપનાં જોતાં થયા છે.

આજના સમયમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક બેઉ મીડિયા પર પણ એ જ પ્રકારે.. આખેઆખા લેખ કે, થોડા સુધારાવધારા કરી એકાદ લેખ – કવિતા – કે, સંશોધનાત્મક વક્તવ્ય થકી મોડર્ન મોહિની બનવાનાં સપનાં જોતાં થયા છે.. ત્યારે એમની નાદાનિયત પર દયા આવી જાય છે.ખેર.. આજે એવો સમય વર્તાય છે કે, કોઈને કશું કહેવા કરતાં મૌન રહેવું ઉચિત.સાચા સાહિત્ય સર્જનના ઉપાસકો માટે હવે સદાકાળ મૌનસેવન કોઠે પડી ગયું છે. આવા ઉઠાંતરી યુગમાં હવે મૂલ્યનિષ્ઠ લેખકો અને જે તે વિષયના વાચક વર્ગની પીડા ખરેખર અસહ્ય થતી જાય છે.
સુરત     – પંકજ શાં. મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top