અમેરિકાના સનકી પ્રેસીડેન્ટ ટ્રમ્પને લીધે ઈરાન સાથે યુદ્ધ શરૂ થયું છે. એમને હતું કે ઈરાન વધુમાં વધુ અઠવાડિયામાં શરણે આવી જશે. પણ એવું થયું નથી અને ઈરાન જબરદસ્ત લડત આપે છે. ભારત સીધે સીધું તો એમાં શામીલ નથી. ભારતને ક્રુડ તેલ રશિયા અને બીજા સહયોગી દેશોમાંથી મળે છે એમાં મોટી કપાત થઈ છે. ભારતમાં તેલ અને એલ.પી.જી. લાવવામાં ખર્ચ ઘણો વધી ગયો છે. સરકારે ઘરેલું રાંધણ ગેસમાં બાટલા દીઠ રૂ. 60 વધારી દીધા છે. આપણા દેશમાં કોઈ પણ ચીજના ભાવ વધે એટલે એના કાળા બજાર શરૂ થઈ જાય. સીધી વાત છે ગેસ વિના કેવી રીતે ચાલે. શું ફરી લાકડાં કે કોલસાનો ઉપયોગ થાય? ઈલેક્ટ્રીક ઉપકરણો છે પણ એ ખૂબ ધીમાં છે એમ ઓચિંતી જરૂરત વધે તો ક્યાંથી બને? અત્યાર સુધીનો ઈતિહાસ કહે છે ભારતમાં એક વાર ભાવ વધ્યા પછી ઘટતા નથી. આશા રાખીએ યુધ્ધ જલદી સમાપ્ત થાય અને સરકારે કરેલો ભાવવધારો જલદી પાછો ખેંચે.
હૈદરાબાદ – જીતેન્દ્ર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.