મુસાફરો મોટી અસુવિધાનો સામનો કરવા મજબૂર :
ઓપરેશનલ કારણોસર ફ્લાઈટ રદ થતા યાત્રીઓના આયોજનો ખોરવાયા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.4
ઈન્ડિગોની ફ્લાઈટ 6E5126/6087 મુંબઈ – વડોદરા – મુંબઈ,ઈન્ડિગો ફ્લાઇટ 6E5066/ 6662 દિલ્હી – વડોદરા – દિલ્હી , ઈન્ડિગો ફ્લાઇટ 6E2178 / 105 હૈદરાબાદ – વડોદરા – ગોવા , ઇન્ડિગો ફ્લાઇટ 6E104 / 2179 ગોવા – વડોદરા – હૈદરાબાદની ફ્લાઇટ આજે ગુરુવારે પણ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે.
દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ઓપરેશનલ કારણોસર ફ્લાઈટો રદ અને મોડી પડી રહી હોવાના કારણે મુસાફરો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા મજબુર બન્યા છે. ગતરોજ બુધવારે ઈન્ડિગોની ફ્લાઇટ 6E5066 / 6662 દિલ્હી – વડોદરા- દિલ્હી 3 કલાક 16 મિનિટ લેટ, ઈન્ડિગો ફ્લાઇટ 6E 6241/6245 પુણે-વડોદરા-પુણે 1 કલાક 14 મિનિટ લેટ , ઈન્ડિગો ફ્લાઇટ 6E2178/105 હૈદરાબાદ-વડોદરા- ગોવા 50 મિનિટ લેટ, ઈન્ડિગો ફ્લાઇટ 6E6694 /6695 દિલ્હી- વડોદરા-દિલ્હી 3 કલાક 32 મિનિટ લેટ, ઈન્ડિગો ફ્લાઇટ 6ઈ104/ 2179 ગોવા- વડોદરા- હૈદરાબાદ 35 મિનિટ મોડી, ઈન્ડિગો ફ્લાઇટ 6ઈ – 6374/6539 ચેન્નઈ-વડોદરા-ચેન્નઈ 3 કલાક 55 મિનિટ મોડી, ઈન્ડિગો ફ્લાઇટ 6ઈ 6624/6625 દિલ્હી- વડોદરા-દિલ્હી 4 કલાક 5 મિનિટ મોડી, ઈન્ડિગો ફ્લાઇટ 6ઈ 5131/ 5164 દિલ્હી-વડોદરા- દિલ્હી 3 કલાક 10 મિનિટ મોડી અને ઈન્ડિગો ફ્લાઇટ 6ઈ- 2168/ 5138 મુંબઈ- વડોદરા-મુંબઈ 40 મિનિટ મોડી પડી હતી. ઈન્ડિગો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓપરેશનલ કારણોસર આવનારી અને જતી એમ બંને ફ્લાઇટ્સ મોડી પડી હતી. વડોદરા એરપોર્ટ ઉપર મુસાફરોને મોટી અસુવિધાઓ નો સામનો કરવો પડ્યો હતો. જ્યારે અનેક યાત્રીઓના દિવસભરના આયોજનો પણ ખોરવાયા હતા. નોંધનીય છે કે, છેલ્લા નવ દિવસમાં વડોદરાની 11 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ફ્લાઇટ રદ કરવા પાછળ ઓપરેશનલ કારણ હોવાનું જણાવવામાં આવ્યું છે.જોકે સ્ટાફની તંગી કારણભૂત છે.