Godhra

ઇસરોડીયા ગામે ગાંજાની ખેતીનો પર્દાફાશ: રૂ. 2.64 લાખના 22 છોડ સાથે ખેતર માલિક ઝડપાયો

એસ.ઓ.જી.ની ચોક્કસ બાતમી પર કાર્યવાહી 5.295 કિલો લીલા ગાંજાના છોડ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

પ્રતિનિધિ, ગોધરા તા.8
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઇસરોડીયા ગામના નાળા ફળિયામાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા રૂ. 2,64,750 કિંમતના લીલા ગાંજાના 22 છોડ સાથે એસ.ઓ.જી. પોલીસે ખેતર માલિક દેવેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ રાઉલજીને ઝડપી પાડ્યો છે. નાર્કોટિક્સ ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે સરકારી પંચોને સાથે રાખી ખેતરમાં સઘન તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ખેતરમાંથી કુલ 5.295 કિલોગ્રામ વજનના લીલા ગાંજાના 22 છોડ મળી આવ્યા હતા, જેને પોલીસે જપ્ત કર્યા છે. આરોપી સામે વેજલપુર પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ગેરકાયદેસર કારોબાર અંગે વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટર: આશિષ બારીયા

Most Popular

To Top