Entertainment

આ હીરોઅસલી કે નકલી?

આપતા કલાકારની યાદી બનાવીયે તો એક નામ કુણાલનું પણ નીકળે, હવે આ કુણાલ કોણ છે! તે થોડું દિમાગ પર જોર કરતા યાદ આવે ખરું પણ એને શું કામ યાદ કરવો? તેના જવાબમાં તેની કોઇ સારી ફિલ્મ યાદ નહીં આવે. આ રિલોન્ચિંગનાં સમયમાં કુણાલ પણ રિલોન્ચ થઇ રહ્યો છે અથવા તેની પહેલી ઈનિંગની જેમ થોડા સમય પૂરતો જ દેખાવા નો છે? તે નક્કી આ ખોવાયેલા હિરોની આવનારી ફિલ્મ જ્વેલથીફ જોયા પછી જ કરીયે. જોકે તેને જોવા થિયેટર સુધી નહિ જવું પડે આ અઠવાડિયે નેટફ્લિક્સ પર સૈફ, અને જયદીપ સ્ટાર્ર જ્વેલથીફમાં કુણાલ કપૂર જોવા મળશે.
કુણાલને નાનપણથી જ એક્ટિંગ પ્રત્યે લગાવ હતો, તેણે ઘણાં ડ્રામા કર્યા. ફેમસ એક્ટિંગ ગુરુ બેરી જોનના માર્ગદર્શનમાં પોતાના એક્ટિંગ ક્રાફ્ટને નિખારી અને પછી નસીરુદ્દીન શાહના થિયેટર ગ્રુપ મોટલીમાં જોડાયો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની શરૂઆત રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ ‘અક્સ’ના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે થઈ. 2004માં એમ.એફ.હુસૈનની ફિલ્મ મીનાક્ષીથી એક્ટિંગ ડેબ્યુ કર્યું, જેમાં તબ્બુ હતી. આ ફિલ્મ કમાણી ન કરી શકી, પણ તેની એક્ટિંગનો કમાલ દેખાડ્યો.
કુણાલની જાણીતી ફિલ્મ 2006માં આવેલી ‘રંગ દે બસંતી’ જ યાદ આવે. આમિર, સિદ્ધાર્થ, શરમન જેવા સ્ટાર્સ વચ્ચે પણ પોતાની છાપ છોડી. આ માટે ફિલ્મફેર બેસ્ટ સપોર્ટીંગ એક્ટર ઍવોર્ડ નોમિનેશન મળ્યું. રંગ દે બસંતીમાં દેખાયા પછી યશરાજ ફિલ્મ્સ સાથે તેણે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ કર્યો, લાગા ચુનરી મેં દાગ, આજા નચલે, બચના એ હસીનો હતી. બચના એ હસીનો છોડી બીજી બે ફિલ્મો દર્શકોને ગમી નહીં. જોકે, ડોન-2માં શાહરૂખ સાથે અને લવ શવ તે ચિકન ખુરાના જેવી ફિલ્મોમાં તેના અલગ કેરેકટર્સ જરૂર જોવા મળ્યા અને આ બાદ એક લાંબા… બ્રેક પછી ડિયર જિંદગીમાં થોડા સમય પુરતો જોવા મળેલો.
2000થી 2010ના વર્ષો પછી કુણાલ ફિલ્મોમાં ગાયબ જ થવા લાગ્યો. ફેન્સ પણ ભુલી ગયા કે કોઈ કુણાલ હતો. તેની છેલ્લી થિયેટરમાં જોવા મળેલી ફિલ્મ 8 વર્ષ પહેલા આવેલી ગોલ્ડ (2018) હતી.
આ દરમ્યાન કુણાલ એક્ટિંગથી દૂર હતો પણ આન્ટ્રપ્રિન્યોર બન્યો. તે કેટ્ટોની કો-ફાઉન્ડર છે, જે એશિયાનું સૌથી મોટું ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ છે. વધારેમાં તે પાઇલટ, રેલી કાર રેસર અને ટેક સ્ટાર્ટઅપ્સમાં એન્જલ ઇન્વેસ્ટર તરીકે બોલિવૂડની લાઈમલાઈટથી અલગ જીવન જીવ્યું. એક ઓળખ અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈનાનાં પતિ તરીકેની પણ છે. કુણાલ નીતેશ તિવારીની ચર્ચિત ફિલ્મ રામાયણમાં મોટા પડદા પર પાછા ફરવાની તૈયારી કરી રહ્યો છે. જે 2026માં બે ભાગમાં રિલીઝ થવાની શક્યતા છે. કુણાલનુ કેરેક્ટર હજુ જાહેર થયું નથી, આ ઉપરાંત તેલુગુ ફિલ્મ વિશ્વંભરામાં પણ દેખાવાનો છે. જ્વેલથીફ તેના કરિયરને ખજાનો શોધી આપશે કે પછી હીરો નકલી નીકળશે? •

Most Popular

To Top