Coffee Smells like freshly ground heaven – Jessi Lane Adams
કોફીનું નામ સાંભળતાં જ સૌના મગજમાં એક ગજબની તાજગી આવી જાય છે. કોફી આજે ખાલી એક પીણું જ નથી રહ્યું પરંતુ એક જાતનો ચર્ચાનો વિષય છે. આજથી વીસેક વર્ષ પહેલા કોણે વિચાર્યું હતું કે જેમ લોકો રેસ્ટોરન્ટમાં જમવા જતાં હોય છે તે રીતે ખાસ એવી જગ્યાએ જશે જયાં મુખ્યત્વે લોકો વિવિધ પ્રકારની જ કોફીનો સ્વાદ માણવા જવાય. જે સ્વાદની સાથે સાથે મિત્રો કે ફેમિલી સાથે ચીલ-ચાઉટ કરવાનું કે રીલેક્સ થવાનું માધ્યમ પણ બનશે. આજે 1લી ઓકટોબરે જયારે ઇન્ટરનેશનલ કોફી ડે ઉજવાઇ રહયો છે ત્યારે ગુજરાતમિત્ર સિટી પલ્સે શહેરના એવા કેફે ઓનર્સને જેઓ શહેરમાં ખુલેલા નેશનલ-ઇન્ટરનેશનલ કોફી આઉટલેટ બ્રાન્ડસ સામે પણ અડીખમ અને પોતાનું વર્ચસ્વ જમાવીને પણ બેસ્ટ કોફી પીરસી રહ્યા છે. સાથે મળીએ અમુક કોફી કોનોઝયર્સ અને એકસપર્ટસને જે લોકો પાસેથી આપણને જાણવા મળશે કે સુરતનું કોફી કલ્ચર કેટલું મેચ્યોર્ડ તથા વિક્સિત છે
સારી કોફી માટે સારા ઈક્વીપમેન્ટ અને સ્ટાન્ડર્ડાઇઝેશન જરૂરી: બ્રિજેશ બચકાનીવાળા
બ્રિજેશ બચકાનીવાળા જે સિટિલાઇટ તથા વેસુ એરીઆમાં કોફી સ્ટોર ધરાવે છે તે કહે છે કે પૂનેમાં એન્જીનીયરીંગ કરતો હતો ત્યારથી જ કોફીમાં રસ હતો. કોફી મને પહેલેથી જ ખૂબ ભાવે છે અને બેઝીક કોફી બનાવતા આવડતું હતું. થોડા ઇક્વીપમેન્ટસ પણ હતા એટલે શોખને બિઝનેસમાં ફેરવવાનો વિચાર આવ્યો હતો. ખાસ ઉંડો નહોતો ઉતર્યો તે વખતે પણ શું ઇક્વીપમેન્ટસ વાપરી શકાય, કઇ કવોલિટીની કોફીનો ઉપયોગ કરી શકાય એ બધાંની જાણકારી લીધી હતી. મારા એક સબંધીની કોફીશોપ હતી, તેમની સહાયતા મળી અને બાકી તો એકસપીરીયન્સ તમને ઘણું શીખવાડતું હોય છે. મેરાકી કોફી શોપના ઓનર િબ્રજેશભાઇ વધુમાં કહે છે કે કશુંક રોજ નવું એકપરીમેન્ટસ કરતાં જ રહીએ છીએ. ઇન્ટરનેટની પણ મદદ લઇએ છીએ. સાથે સાથે બેટર ઇકવીપમેન્ટસ માર્કેટમાં આવ્યા હોય તો તેના પર પણ નજર રાખતા રહીએ છીએ. તેમનું કહેવું છે કે સ્ટાન્ડર્ડાઇઝેશન રાખવું ખૂબ જરૂરી છે. બ્રિજેશભાઇ કહે છે કે અમે કોફીમાં ખાસ્સો નોલેજેબલ રહીએ છીએ. સારી કવોલિટીની કોફીનો ઉપયોગ કરીએ છીએ અને અમે બીજી નેશનલ ઇન્ટરનેશનલ બ્રાન્ડઝ કરતા કોસ્ટ ઇફેકટીવ પણ રહીએ છીએ એજ અમારી usp છે. ખાલી 20-30% લોકો જ ખાલી બેસીને સમય ગાળવા આવે છે. બાકીના લોકોને હવે કોફી ટેસ્ટની ખાસ્સી જાણકારી છે અને તેને જ માણવા આવે છે. પોર ઓવર અને ફલેટવાઇટ એમની પોતાની ફેવરીટ કોફી છે.
એરાબિકા કે રોબસ્ટા જ નહીં પણ સુરતીઓ હવે એસ્ટેટ કોફી વિશે પણ જાણે છે : પ્રિતી દુગ્ગલ
પ્રિતી સુરતના જાણીતા કોફી કોનોઝીયર (નિષ્ણાત વિવેચક) છે. તેઓ કહે છે કે કોફીનું પ્રમોશન શરૂઆતમાં એકદમ ફેશનેબલ વ્યુ પોઇન્ટથી થયું. યંગ લોકોના હાથમાં કોફી કપ્સ હોય અને સાથે સોશ્યલ મિડીયાનો સાથ અેટલે ફેશનેબલ ટ્રેન્ડ જામી જાય અન્ય શહેરોમાં કોફી એના વિવિધ ટેસ્ટથી પ્રખ્યાત હતી. જ્યારે સુરતમાં ધીરે ધીરે લોકોને અરાબીકા કે રોબસ્ટા એમ 2 પ્રકારની જ નહીં પણ એસ્ટેટ કોફી વિશે પણ જાણ થઇ. પ્રિતી જણાવે છે કે કોફી એરોપ્રેસ, ફ્રેન્ચપ્રેસ, પોર ઓવર વિ. એમ ઘણી અલગ રીતે બનાવવામાં આવે છે. પહેલા સુરતમાં કોફી સ્ટોરમાં સેકન્ડ હેન્ડ કોફી મશીન્સ હતી પરંતુ હવે તો લાખો રૂપિયાની લેટેસ્ટ કોફી મશીન્સમાં કોફી સ્ટોર ઇન્વેસ્ટ કરે છે. તેમના કહેવા મુજબ અરાબિકા અને રોબસ્ટામાં અરાબિકા વધારે પસંદ કરવામાં આવે છે કારણ રોબસ્ટા થોડી વધારે કડવી હોય છે. કહી શકાય કે સુરતમાં લોકોની હવે કોફી પેલેટ મેચ્યોર થઇ છે કારણ કે હવે લોકો સ્પેસીફાઇ કરે છે કે અમને આજ પીવું છે. આજે મોટો ચેન્જ એ છે કે દરેકને પોતપોતાની મનપસંદ કોફી મળી જ જાય છે. પોતાના કોફીના આ શીખ વિશે કહે છે કે 20 વર્ષ પહેલા USના સ્ટારબકસમાં 25 જાતની કોફી જોઇને મેં દરેક કોફી ટ્રાઇ કરવાનું નક્કી કર્યું અને ત્યાંથી મારી સ્ટોરી ચાલુ થઇ. પછી ઇન્ડિયા આવીને સુરતના કેટલાંક કોફીશોપ ઓનર્સ અને કોફી એન્થુઝિઆસ્ટ્સ બધા સાથે મિત્રતા થઇ ને હું એમાં આગળ વધી. USમાં પણ હું કોફી બીન્સ ગ્રાઇન્ડ કરાવી રોસ્ટ કરાવી અલગ અલગ કોફી બનાવતી હતી. મેં અત્યાર સુધી કોઇ કોર્સ નથી કર્યો. નેચરલી જ શીખી છું પણ હવે મને સર્ટીફીકેશન મેળવવાની ઇચ્છા છે.
સતત એક્સપરીમેન્ટેશન કરતાં રહીએ છીએ: અનશુલ
વેસુમાં કેફે ધરાવતાં અનશુલ કહે છે કે હું ૯ વર્ષથી આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું. કોફી તરફનો ઇન્ટરેસ્ટ અને આ િફલ્ડનો જે રીતે ગ્રોથ થતો હતો તે જોતા મને એમ લાગ્યું કે આમાં સારો સ્કોપ છે અને મને િબઝનેસ માટે સારી તક જણાઇ. એપીસોડ કાફેના ઓનર અનશુલભાઇ એમ પણ જણાવે છે કે અમે આ રેન્ટ પર કેફે ચાલુ તો કરી જ દીધો હતો. અમે કોફીનું વેચાણ પણ ચાલુ કરી શકતે, પણ અમે 15-20 િદવસ ફકત તેની પર રીસર્ચ કર્યું કે કઇ રીતે સારી કોફી લોકોને પીરસી શકાય છે. જોકે આજે પણ એક્સપરીમેન્ટેશન તો કરતાં જ રહીએ છીએ. નવી કોફી અને િવવિધ પ્રકારના ડેઝટર્સમાં નવીનતા લાવવાની કોિશશ કરતાં જ રહીએ છીએ. તેઓ વધુમાં જણાવે છે કે મારા 75 થી 80 ટકા ગ્રાહકો એવા છે જે દરરોજ જ મારે ત્યાં કોફી માણવા આવે છે. એ લોકો ખૂબ જ ક્લીઅર હોય છે કે એ લોકોને શું જોઇએ છે, ખાલી હરવા-ફરવા આવે અને કોફી પીને જાય એવું નથી, ઘણીવાર અમે કસ્ટમર્સને સજેસ્ટ કરીએ છે કે તમે આ કોફી પીશો તો આવો ટેસ્ટ આવશે તો અમે એ લોકોને સ્વાદ ડેવલપ કરવામાં પર્સનલી મદદ કરીએ છીએ, કારણ કે હું પણ કોફીનો ખૂબ મોટો ચાહક છું. કોઇપણ કેફેમાં લોકો રેગ્યુલરલી આવે છે તો એનો મતલબ એમ છે કે તેઓને માહોલ અને કોફી બંને જ પસંદ આવે છે. તેઓ જણાવે છે કે અમે કોફી બ્રાન્ડ છીએ અને કોફીમાં જ ફોકસ કરવું છે એટલે ફુલ કોર્સ મીલ પીરસવામા઼ અમને રસ નથી અને મેનુમાં મંચીંગ જેટલું રાખીએ છીએ જેથી લોકો સારો સમય પસાર કરી શકે.
સુરતીઓને મુંબઈના લોકો કરતાં પણ વધુ કોફીનું નોલેજ છે : ગોકુલ ઠકકર
આઈકોનિક રોડ, વેસુમાં કેફે ચલાવતાં ગોકુલભાઇ કહે છે કે અમે આ બિઝનેસમાં 8 વર્ષથઈ છે તેઓ બીજી પણ રેસ્ટોરન્ટસ ધરાવે છે. અમે 3 પાર્ટનર્સ છે અને અમે રોજ કોફી પીવા જતાં જ હતા અને અમને સારૂ ટેરેસ લોકેશન મળતા અમે વિચાર્યું કે આપણે જ આવી તક લેવી જોઇએ. અમે રીસર્ચ પછી આ બિઝનેસમાં ઝંપલાવ્યું. અમે 3 બીન્સ રાખીએ છે, જેથી લોકોને વેરાયટી પણ મળી શકે. અમે લોકો દર મંગળવારે સવારે 10 થી 3 અમારી કેફીન નામની કેફેમાં એકસપરીમેન્ટ કરીએ છે અને દર અઠવાડિયે કંઇ નવું લોન્ચ કરવાની કોશિશ કરીએ છીએ. અપડેટેડ રહેવા ઓનલાઇન રીસર્ચ કરીએ છે, દેશ-દુનિયાના સારા કેફે વીઝીટ કરીએ છીએ, નવું ટ્રાઇ કરીને એને કોસ્ટીંગમાં કઇ રીતે બેસાડવું એ નકકી કરીએ છીએ. એ રીતે અમે અપડેટેડ રહીએ છીએ. તેઓ કહે છે સુરતના લોકોમાં હવે કોફી વિશે ઘણું નોલેજ છે. મુંબઇના એક કોફી શોપનો અનુભવ વર્ણવતા કહે છે કે ત્યાંના કોફી શોપવાળાએ કહ્યું કે સુરતીઓને કોફીના ટેસ્ટનું જેટલું નોલેજ છે એટલું તો મુંબઇના લોકોને નથી. એક બે સવાલ કરતા તે મુંબઇના કોફી શોપવાળાએ પૂછયું કે કયાં તમે સુરતી છો અથવા કોફી શોફ ઓનર છો. મોટા ભાગે સુરતીઓ શોખથી કોફી પીવા આવે છે. તેઓ વધુમાં જણાવે છે કે અમે કોફીની વેરાયટીઝ પર જ વધારે ફોકસ કરીએ છે. ખાલી લોકોનો થોડો ટાઇમ નીકળે એટલે થોડું મંચીંગ રાખીએ છે. પણ ફોકસ તો કોફી પર જ થોડા થોડા વખતે અને એમ્બીયન્સ પણ બદલીએ છે.
સુરતમાં કોફી અંગેની અવેરનેસ એ નાના- મોટા કોફીશોપ ઓનર્સને આભારી : અમરીન ખાન
એક સમયની એજ્યુકેટર અને માઇક્રોબાયોલોજી સ્ટુડન્ટ અને આજે એક સોશ્યલ ઇન્ફ્લુએન્સર સુરતનીઅમરીન ખાન એક જાણીતી કોફી બ્લોગર છે. અમરીન ખાન કહે છે કે હું પોતે કોફી લવર છું. હું ઘરે અલગ અલગ પ્રકારની કોફી બનાઉં છું અને મને અલગ-અલગ કોફી શોપ્સમાં જઇને મને વિવિધ પ્રકારની કોફી એકસ્પ્લોર કરવાનો ખૂબ જ શોખ છે. મને કેફેમાં બેસીને કામ કરવાની આદત છે. મને સારી સ્પેસ અને કામ કરવા માટે સારો ચેન્જ મળી રહે છે કેમકે એટલી બધી કેફેસ છે સુરતમાં કે રોજ નવી જગ્યા મળી રહે છે. અમરીન પોતે ફોટોગ્રાફર અને સાથે ટ્રાવેલર પણ છે. તે કહે છે બીજા મોટા સીટીઝમાં કોફી કલ્ચર ઘણા વર્ષોથી ચાલ્યું આવે છે પરંતુ સુરતે એ બાબતમાં ઘણા ઓછા સમયમાં ખૂબ પ્રોગ્રેસ કર્યો છે. 2-3 વર્ષપહેલા એમ લાગતું હતું કે સુરતીઓને શું ખબર પડશે. કોફી કલ્ચર વિશે પણ સુરતના લોકોએ ખૂબ સરસ રીતે ફલેવર પકડયો છે. કોફી એવી વસ્તુ છે કે તમે પીઓ અને એના ટેસ્ટ પર તમારા બીઝી લાઇફમાંથી ધ્યાન આપો છો અને એને માણો છો તો કંઇક અલગ જ અનુભૂિત હોય છે. ઘણી કોફી એવી પણ હોય છે કે આખા વર્ષમાં તેનો એક જ લોટ નીકળે છે અમરીન કહે છે પહેલા લોકો કેફેમાં ડેટીંગ માટે, ચીલઆઉટ કરવા માટે આવતા હતા હવે તો લોકો મીટીંગ્સ, કામ કરવા વિ. માટે પણ આવે છે. અને કોફીમાં આટલી અવેરનેસ જગાડવા માટે કોફી જોઇન્ટ્સ ઓનર્સનો ખૂબ મોટો ફાળો છે. ખાસ્સુ ઇન્વેસ્ટ કરે છે. લોકોમાં પણ કયુરીયોસિટી કોફી વિશે જોવા મળે છે.
સુરતમાં થશે કોફી એરોપ્રેસ સ્પર્ધા: એક્સપર્ટ ટેસ્ટર્સ ચકાસશે
સુરતમાં ગુજરાતની એરોપ્રેસ કોમ્પિટીશન થવાની છે. કોફી બનાવવાની ઘણી અલગ રીતો હોય છે. કોફીમાં ઓઇલ હોય છે, એરોમાં હોય છે, ક્રેમા હોય છે. આમા ભાગ લેવા વાળાઓને કોફી બીન્સ આપવામાં આવે છે. આમાંથી ફ્લેવર કેવી રીતે નીકળે તે પહેલા સમજવાનું હોય છે. કોિમ્પટીશનના દિવસે પોતાની રીતે એમાંથી બેસ્ટ ટેસ્ટ મેળવવાનો હોય છે. સુરતની બહારથી એક્સપર્ટ કોફી ટેસ્ટર્સ આવીને ટેસ્ટ કરશે. આ સ્પર્ધા કોરોના પછી પહેલીવાર હમણા થઇ રહી છે અને તે પણ સુરતમાં તે આપણા ગર્વની વાત છે.
ટેક્સટાઇલ- ડાયમંડ સિટી બાદ સુરતમાં કોફી સ્પેશ્યાલીટી સીટી તરીકે જોવાની મહેચ્છા: અમિત ઝોરબો
અમિતભાઇ આખા સુરતમાં તથા આખા ઇન્ડિયામાં વિવિધ પ્રકારની સારી ગુણવત્તાવાળી કોફીના સપ્લાયર છે. તેઓ જણાવે છે કે કોફી 2 ટાઇપની હોય છે- કર્મશ્યલ કોફી અને હવે 2016થી જે સ્પેશ્યાલીટી કોફી હાઉસમાં મળે છે તેવી હાઇ ક્વોલીટી કોફી લોકોને આનું મહત્વ સમજાવવા માટે અમે ઘણા વર્કશોપ્સ પણ ઓર્ગનાઇઝ કર્યા. કોકોરો કોફી બીન્સના નામે સપ્લાય કરતા અમિતભાઇ વધુ માહિતી આપતા કહે છે કે કોફીમાં ખાંડ નાખવાથી કોફીનો ખરો સ્વાદ તમે માણી જ ન શકો. બ્લેક કોફીમાં કઇ જાતની અરોમા હોય છે ફલેવર્સ હોય છે એ માટેની પણ અવેરનેસ પાછલા 4 વર્ષોમાં લોકોમાં જગાવવાની કોશિશ કરી છે. એમના મતે સુરત કોફી સ્પેશ્યાલીટી સીટી ઓફ ગુજરાત છે. સુરતમાં મોંઘી કોફી વેચવી કંઇ અઘરી નથી. કેનીન કોફી 1390 રૂપિયા 250 ગ્રામનો ભાવ છે તે પણ વેચાય જાય છે. સુરતમાં એરોપ્રેસ નામની સ્પર્ધાનું આયોજન તેઓ કરવાના છે જેમાં હમણા સુધી તેઓએ બીજી મોટી સીટીઝમાં જઇને ભાગ લીધો છે. લોકોમાં આપણી માન્યતા એવી હતી કે સુરતીઓ ચા પીવાવાળા લોકો છે. કોફીમાં શું સમજ પડે તો આ સ્પર્ધા સુરતને અલગ લેવલ પર દરજ્જો આપશે. સુરતમાં Cold Brew સ્ટાઇલમાં બનેલી કોફી યંગસ્ટર્સમાં ખૂબ પોપ્યુલર છે. અમારે Q-grader સર્ટીફીકેટ લેવાનું હોય છે જેનો સ્કોર 80 થી ઉપર હોવો જરૂરી છે. સુરતીઓના કોફીના ટેસ્ટ માટેનું પેલેટ એટલું સારૂ છે કે કેફે ઓનર્સ પણ ઉત્સાહથી નીતનવી ટેકનીકસ અપનાવતા રહે છે. મારુ સપનું છે કે સુરત હવે ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી સાથે કોફી સ્પેશ્યાલીટી સીટી તરીકે પણ ઓળખાય. અહીં લોકો અરાબિકા વધુ ખરીદે છે. રોબસ્ટા કોફી હજી કોઇ કેફે ઓનર્સ ખરીદતા નથી.