- મોદી સરકાર દ્વારા આદિવાસી સમાજ માટેનું બજેટ ત્રણ ગણું કરાયું
- ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે મહારાષ્ટ્ર, મ.પ્ર, રાજસ્થાન, ગોવા, તામિલનાડુ સહિતના રાજ્યોમાં આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાશે.
(પ્રતિનિધિ) વડોદરા, તા. 24
વડોદરા ખાતે આગામી ફેબ્રુઆરી મહિનામાં આદિવાસી સમાજનું મહાસંમેલન યોજવામાં આવશે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. આ સંમેલનમાં ભાજપાના મંડલ કાર્યકરો જોડાશે. જેના આયોજન માટે વડોદરા ખાતે એક બેઠક મળી હતી.
દેશના આદિવાસી સમાજને આગામી ત્રણ વર્ષ દરમિયાન કોઈપણ પ્રાથમિક જરૂરિયાત ના સંસાધનો પુરા પાડવાનું આયોજન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે ગત વર્ષમાં અગાઉ આદિવાસી વિસ્તારો માટે જે તે સરકારનું બજેટ હતું તેનાથી ત્રણ ગણું બજેટ કુલ રૂપિયા 12464 કરોડનું બજેટ કરી દેવાયું છે દેશમાં હાલ 27 ટકા બાળકોએ ધોરણ 8 સુધી અને 78 ટકા બાળકોએ હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ હાલ વડાપ્રધાન મોદીના શાસનકાળમાં મેળવ્યું છે. આ ઉપરાંત આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓની પણ મોદી સરકારે કરી છે એમ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ ડોક્ટર રાજા મોહનદાસ અગ્રવાલએ જણાવ્યું હતું. આગામી લોકસભા ચૂંટણી-24 ના અનુસંધાને ચાર રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં રાખવામાં આવેલ આદિવાસી મહા સંમેલન આગામી ફેબ્રુઆરી માસમાં દેશના વડાપ્રધાન મોદીના નેજા હેઠળ યોજાનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આદિવાસી સમાજમાં લોહીની ઉણપના સાત કરોડ બાળકો છે આ તમામની વૈદિકીય સારવાર શરૂ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આદિવાસી મહિલાઓ માટે આગામી ત્રણ વર્ષમાં મહિલા સશક્તિકરણના કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવ્યા છે. આ માહિતી આપવા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આદિવાસી સમાજના અગ્રણીઓ સહિત વડોદરા ના સાંસદ રંજનબેન ભટ્ટ, ગોરધન ઝડફિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.