આલિયા ભટ હાલ રણબીર-રાહા સિવાય પણ એક કારણોસર ચર્ચામાં આવી છે. જેને કારણે એક જમાનામાં ડમ્બ હોવાનું જે બિરુદ મળ્યું હતું તે ઘાવ પાછા તાજા થયાં છે. અને આલિયા ઠગાવાનાં કારણે ટ્રોલ થઇ રહી છે. એમ તો આ ઠગાવાની ઘટના પાછલા બે વર્ષથી બની રહી હતી. આલિયાની જૂની પર્સનલ આસિસ્ટન્ટ વેદિકા પ્રકાશની મુંબઈ પોલીસે ધરપકડ કરી. આ વેદિકા પર આરોપ છે આલિયા સાથે 77 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો. વિસ્તારથી જણાવીએ તો PA વેદિકાએ 2 વર્ષથી આલિયાનાં પર્સનલ અને પ્રોડક્શન હાઉસનાં ખાતામાંથી લાખો રૂપિયા લૂંટી લીધા છે. આ માટે પાછલા 5 મહિનાથી વેદિકની શોધ ચાલી રહી હતી અને મુંબઈ પોલીસે તેની બેંગ્લોરથી ધરપકડ કરી છે. આ આરોપ માટે વેદિકા 10 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રહી છે. તેની પૂછપરછમાં શું બહાર આવ્યું? વેદિકા પ્રકાશ શેટ્ટી 32 વર્ષની છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી આલિયા ભટ્ટની પર્સનલ મેનેજર હતી. વેદિકાએ મે 2022થી ઓગસ્ટ 2024 દરમિયાન આલિયાનાં પર્સનલ અને પ્રોડક્શન હાઉસ એટરનલ સનશાઇન પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડના ખાતામાંથી પૈસા લૂંટ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવી જ્યારે આલિયાની મમ્મી સોની રાઝદાને જાન્યુઆરીમાં જુહુ પોલીસમાં વેદિકા પ્રકાશ વિરુદ્ધ છેતરપિંડીના કેસમાં ફરિયાદ નોંધાવી હતી. આલિયા સાથે કામ કરતી વખતે વેદિકાને આલિયાની ફાઇનાન્સિયલ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. કામનાં બહાને વેદિકાએ આલિયા પાસેથી ઘણા નકલી બિલ પર સહી કરાવી હતી. તે ટ્રાવેલિંગ, મીટિંગ્સ, ઇવેન્ટ ખર્ચ સંબંધિત નકલી ઇન્વોઇસ બનાવતી હતી અને વેદિકા તેના ફ્રેન્ડને પણ આમાં સામેલ કર્યા છે. એમ તો વેદિકાને 2024માં જ પર્સનલ મેનેજરમાંથી કાઢી નાખવામાં આવી હતી. જેનું કારણ હતું કે કરન અને વાસન બાલાની ફિલ્મ જિગરાની સ્ક્રિપ્ટ તેણે લીક કરી હતી! જોકે આ મુદ્દે કાઉન્ટર થઇ રહ્યું છે કે જિગરાની વાર્તા તો ઓલરેડી કોઈ મૂવીની જ રીમેક હતી તો વેદિક કેમ લીક કરે? જો કે વેદિકાને PA તરીકે કામ કરવા માટે એક ખબર અનુસાર 40,000 મળતાં હતાં જે ખુબ ઓછા હોવાની ચર્ચા પણ છે! આ જ કારણ હતું કે વેદિકા એ 3-4 લાખનાં આઈપેડ અને ફોન આવાં નકલી બિલ બનાવી ખરીદ્યા હતા. એમ તો વેદિકા આલિયા ઉપરાંત ઘણા કલાકારોની મેનેજર રહી ચૂકી છે. હાલ નવી વિગતો પણ સામે આવશે બાકી અત્યારે આલિયા 77 લાખની છેતરપિંડી સામે રણબીર કપૂર આવનારી રામાયણ માટે 150 કરોડ ફી લેવાનો છે! તેની પણ ચર્ચા છે.