વડોદરા મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગમાં છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ આજે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા. આરોગ્ય શાખાના ફાઈલેરીયા વિભાગમાં કામ કરતા 400 વધુ કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ, ઈ.એસ.આઈ., પગાર સ્લીપ વગેરે જેવી સુવિધાઓનો લાભ ન મળતો હોવાથી કર્મચારીઓ દ્વારા પાલિકાની કચેરીએ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગમાં કામ કરતાં કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાની કામગીરીથી નાખુશ હતા તેવું જણાઈ આવતું હતું.
આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ માં કામ કરતા કર્મચારીએ જણાવ્યા મુજબ ૧૨ – ૧૪ વર્ષથી તેમને કોન્ટ્રાક્ટ પ્રમાણે ની સુવિધાઓ નો લાભ નથી મળી રહ્યો. કોરોનાની પરિસ્થિતિમાં આ જ કર્મચારીઓ દ્વારા મહેનત કરીને વડોદરા શહેર ને સેવા આપી છે. ત્યારે કોન્ટ્રાક્ટના લાભો તેમને મળવા જોઈએ તેવી રજૂઆત કરવા તેઓ આવ્યા હતા.