નસવાડી ખાતે આવેલી કુમારશાળામાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ માટે આવે છે. અહી શૌચાલયના દરવાજા તૂટેલા હોવાથી બાળાઓ શૉચ ક્રિયા માટે જાય છે ત્યારે ક્ષોભ જનક સ્થિતિ માં મુકાઈ જાય છે
નસવાડી ખાતે તાલુકા પંચાયતની સામે નસવાડી કુમાર શાળા આવેલી છે જ્યારે કન્યા શાળા નું બિલ્ડિંગ બનતું હોવાથી એકથી આઠની કન્યા શાળાની બાળાઓને પણ કુમાર શાળા માં અભ્યાસ માટે બેસાડવામાં આવે છે જ્યારે કન્યા શાળાની 200 થી વધુ બાળાઓ છે અને કુમાર શાળા ના 200 જેટલા વિદ્યાર્થીઓ છે જ્યારે કુમાર શાળા માં વિદ્યાર્થીઓ માટે બનાવવા માં આવેલા શૌચાલય ના દરવાજા તૂટી ગયેલા છે જ્યારે બાળાઓ કુદરતી હાજત માટે જાય છે ત્યારે ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઈ જાય છે . પ્રાથમિક શાળા ના આચાર્ય આ તમામ બાબત જાણતાં હોવા છતાંય શૌચાલયના દરવાજા લગાવતા નથી. જ્યારે આટલી મોટી તાલુકા મથકની શાળામાં જ આવી પરિસ્થિતિ ઊભી થઈ છે તાલુકા પંચાયત સામે છે જ્યારે બી આર સી ભવન પણ આજ કમ્પાઉન્ડ માં છે બી આર સી ના અધિકારી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ આ કેમ્પસ માં આવી ને બેસે છે ત્યારે શિક્ષણ વિભાગ ના અધિકારીઓ ની હાજરી માં આવી સ્થિતિ પ્રાથમિક શાળાની છે .જયારે અધિકારી હરરોજ આ શાળા માં આવ્યા હોવા છતાંય બાળકો ની સમસ્યા દૂર કરવામાં રસ રાખતા નથી 400 જેટલા વિદ્યાર્થીઓ હાલ મુશ્કેલી વેથી રહ્યા છે જ્યારે સર્વ સિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં શૌચાલય બનાવવા માટે સરકાર લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે ત્યારે શાળા ના આચાર્યે આ બાબતે ધ્યાન આપવું જોઈએ
આમ ભણશે ગુજરાત? નસવાડીની શાળાના શૌચાલય ના દરવાજા તૂટેલા, બાળાઓ જાય કયાં?
By
Posted on