આપણે ભયંકર ભૂમિ પર!!

ભારતની સડકો પર એકલા હોવાનું સ્ત્રીઓ માટે સલામત છે અને તેમને તેમની સલામતી માટે સતત જોખમ અને ડર લાગે છે! જવાબ જાણવા માટે હું આ પ્રશ્ન એવા ૫૦ પુરુષો સમક્ષ મૂકું છું, જેમણે મને ખાતરી આપી હતી કે સ્ત્રીઓને સલામતી લાગે છે અને કોઇ સમસ્યા નથી. જવાબ જાણવા મેં એવા ૫૦ પુરુષો સમક્ષ આ પ્રશ્ન મૂકયો કે જેઓ માનતા હતા કે સ્ત્રીઓને સલામતી લાગે છે અને તેમને કોઇ સમસ્યા નથી. અલબત્ત આ પુરુષોને ખરેખર ખબર નહતી કે સ્ત્રીઓ સલામત છે – કારણ કે તેમણે કયારેય પરિસ્થિતિનો સામનો કર્યો ન હતો. સ્ત્રીઓ સલામત છે એવું આપણે કોને પૂછવું જોઇએ? અલબત્ત સ્ત્રીઓને જ. વિશ્વને આજે ચિંતા છે કે ભારત નૃશંસ હત્યાકાંડના એલાનને પ્રોત્સાહન આપે છે. વિશ્વનાં સૌથી આદરપાત્ર અંગ્રેજી પ્રકાશન ‘ધી ઇકોનોમિસ્ટ’ માં તા. ૧૫ મી જાન્યુઆરીના અંકમાં હેવાલ છે: આગ સાથે રમત: ભારતની સરકાર લઘુમતીઓ પ્રત્યેના ધિકકારને અવગણે છે અને કોઇક વાર પ્રોત્સાહન પણ આપે છે. તે જ દિવસે સી.એન.એન.માં સમાચાર હતા: ભારતના હિંદુ અંતિમવાદીઓ મુસ્લિમો સામે નૃશંસ હત્યાકાંડનું એલાન આપે છે. તેમને અટકાવવા કેમ ઓછી કામગીરી થાય છે?’

તેના થોડા દિવસો પહેલાં ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ અખબારમાં મથાળું હતું: હિંદુ-અંતિમવાદીઓ મુસ્લિમોને મારી નાંખવાનું એલાન આપે છે અને ભારતના નેતાઓ શાંતિ જાળવે છે.’ લંડનમાં ‘ટાઇમ્સ’નું મથાળું હતું: વડીલોએ ભારતના મુખ્ય ન્યાયાધીશને મુસ્લિમો સામેના ધિકકાર પ્રવચન સામે આવેદનપત્ર આપ્યું. ‘ટાઇમ’ સામયિકમાં લેખ હતો: ભારત મુસ્લિમ વિરોધી નૃશંસ હત્યાકાંડ તરફ જાય છે?’ હું વધારે વિગત આપી શકું પણ મને લાગે છે કે આપણે માટે વિશ્વ શું કહે છે તે જાણવા માટે આટલું પૂરતું છે. આ હેવાલ માત્ર અભિપ્રાયના અંશ નથી તે આપણા દેશની ઘટનાઓની તેમજ તાજેતરના સપ્તાહોમાં ભારતના ખ્રિસ્તીઓ અને મુસલમાનો પર  હુમલા અને સરકારની નિષ્ક્રિયતાની પણ વાત કરે છે. હરિદ્વારમાં એક હિંદુ સમારંભમાં મુસ્લિમોની સામુહિક હત્યા કરવાનું ખુલ્લેઆમ એલાન આપનારાઓ સામે વિશ્વે પોતાની ચોંકી ઊઠવાની લાગણી વ્યકત કર્યા પછી એફ.આઇ.આર. નોંધાઇ હતી. ત્યાર પછી પણ ધરપકડની પ્રક્રિયા ધીમી હતી અને બહારથી દબાણ આવ્યા પછી ધરપકડ થઇ. ભારત સરકારે એ આક્ષેપો ફગાવી દીધા છે કે તે હિંસાને પ્રોત્સાહન આપે છે અને હિંદુત્વ અને ભારતીય જનતા પક્ષ હેઠળ મુસલમાનો ઓછા સલામત છે. સવાલ એ છે કે એ સાચું છે અને એ સવાલનો જવાબ મેળવવા માટે આપણે એમને પૂછવું જોઇએ, જેમને અસલામતી અને જોખમ લાગે છે. એમને નહીં જેઓ બાકીના વિશ્વના મત મુજબ જોખમને પ્રોત્સાહન આપી રહ્યા છે.

મુસલમાનોને ચિંતા અને ભય છે કે નહીં તે જાણવા આપણે મુસલમાનોને પૂછવું જોઇએ અને મેં પૂછયું છે તેથી હું કહી શકું છું કે આપણે આપણા દેશ માટે જે કંઇ કર્યું છે અને કરીએ છીએ તેથી મુસલમાનોને ચિંતા અને ભય લાગે છે અને તેમને તે માટે કારણ છે કારણ કે કારણ આપણે પૂરું પાડયું છે.તેમને માટે આજે સૌથી ગંદી વાત એ કહી શકાય છે કે આજે લોકોમાં શરમ કે સજાનો કોઇ ભય નથી. કારણકે શાસક પક્ષ પોતે લઘુમતીઓ માટે શું માને છે તે સંતાડવાનો ઢોંગ પણ નથી કરતો. આપણે સંવેદન ભારતીય સમાજ થઇ ગયા છે. લઘુમતીઓ, ખાસ કરીને મુસલમાનોને રાક્ષસી અને અમાનવી ચીતરવાનું કામ એટલું સંપૂર્ણ છે કે મુસ્લિમ છોકરીઓનું અપહરણ કરી તેમના પર જાતીય અત્યાચાર કરવાનું એલાન આપણા સમાજમાં સ્વીકાર્ય બની ગયા છે અને જાહેરમાં સ્થાન પામે છે. આપણે ભારતને આંતરિક અને બાહ્ય રીતે જે નુકસાન કર્યું છે તે કાયમ રહેશે. કારણકે આપણે ઇન્કાર કરીશું તેટલા માત્રથી દુનિયા તેની વાત કરવાનું બંધ નહીં કરી દે અને જે બને છે તે ચાલુ રહેશે કારણકે શાસક પક્ષને પોતાના રાજકીય હિતમાં આ ચાલુ રાખવું છે.

ભારતના એટર્ની જનરલે અને હિંદુ પૂજારી સામે અદાલતના તિરસ્કાર બદલ કાર્યવાહી કરવાની મંજૂરીઓને માન્ય રાખી અને કહ્યું કે મને લાગે છે કે નરસિંહાનંદે કરેલું વિધાન કે જેઓ આ પધ્ધતિમાં આ રાજકારણીઓએ, સુપ્રીમ કોર્ટ અને સૈન્યમાં માને છે તે તમામ કૂતરાના મોતે મરી જશે’ તે સામાન્ય લોકોમાં સુપ્રીમ કોર્ટની સત્તાને નીચી પાડવાનો પ્રયત્ન છે. સરકારે એમ કંઇ નહીં કર્યું? તેને આવા એલાનની કંઇ પડી  નથી. કોઇ કોમ સામેની હિંસાને પ્રોત્સાહન મળે છે ત્યારે શેરીઓમાં શું થાય છે તે આપણે જોયું છે. આપણે ભયંકર ભૂમિ પર છીએ અને વિશ્વને આપણી ચિંતા થાય છે. તેઓ શું કહે છે તે આપણે સાંભળીએ અને પીછેહઠ કરીએ. નૃશંસ હત્યાકાંડ શબ્દને અવગણવા જેવો નથી પણ કમનસીબે અત્યારે ભારતમાં એ જ થઇ રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top