Charchapatra

આપણે બદલાઈ રહ્યા છે કે દેશ બદલાઈ રહ્યો છે?

આજે પણ દેશનાં સેંકડો ગામોમાં વીજળી નથી અને ગામડાંવાસીઓને ડિજિટલ ઇન્ડિયાનાં સપનાં બતાવાઈ રહ્યાં છે.ગામડાંઓમાં પાકી સડક અને ગટર ડ્રેનેજ લાઈન આઝાદીનાં ૭૬ વરસ પછી પણ નાખી શક્યા નથી. પેટ ભરવા માટેનો લોટ મોંઘો કરવામાં આવી રહ્યો છે અને માનીતી કંપનીઓના લાભાર્થે ડેટા સસ્તો કરવામાં આવી રહ્યો છે. મધ્યમ વર્ગ જે આશરે ૯૦ કરોડ છે તેમને પેટ ભરવા સસ્તો આટો જોઈએ કે સસ્તો ડેટા જોઈએ? જાતિની ગંદકી આપણા મગજમાં છે અને સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવે છે.

એક પણ ટ્રેન સમયસર આવતી નથી. ટ્રેન અક્સ્માતો રોકવા શું કરવું જોઈએ એ વિચારવાને બદલે બુલેટ ટ્રેનની વાતો કરવામાં આવે છે.કોઈ કોઈ વખતે  સમજમાં આવતું નથી કે આ બધું આપણા દેશમાં શું ચાલી રહ્યું છે? પેટ ખાલી છે અને યોગા કરવા પડે છે, ખિસ્સા ખાલી છે અને ખાતાં ખોલવામાં આવી રહ્યાં છે.રહેવા માટે માથા પર છત નથી અને શૌચાલય બનાવી આપવાની વાતો થાય છે. રોજેરોજ માથાદીઠ દેવું વધતું જાય છે અને વિકાસની ગાથા કહેવામાં આવી રહી છે. યુવતીઓને ગર્ભશ્રીમંત નબીરો જોઈએ છે અને શિક્ષિત ગ્રેજ્યુએટ બેકાર યુવાનો છોકરી દારૂ સિગારેટ ડ્રગ્સ પીવામાંથી ઊંચાં આવતાં નથી.પોલીસો લાંચ લઈ ગુજારો કરે છે કેમ કે પગારમાં પૂરું થતું નથી.

ખેડૂતો દેવું વધતાં છેવટે કંટાળીને આત્મહત્યા કરી રહ્યા છે.સરહદ પર જવાનો ગોળી ખાઇ રહ્યા છે અને રાજકારણીઓ માલ મલીદા ખાઈ રહ્યા છે. ધોરણ પાંચ કે સાત ભણેલા દેશ ચલાવી રહ્યા છે અને યુવાનો મોબાઈલમાં ગ્રુપ ગ્રુપ રમી રહ્યા છે.ફાલતુ મેસેજો કરી રહ્યા છે જેમ કે આ મેસેજ ૧૦ વ્યક્તિઓને ફોરવર્ડ કરો નહીં તો નુકસાન થશે અને કરશો તો સાંજ સુધી તમને ફાયદો થશે.જો આવી રીતે માત્ર મેસેજ મોકલવાથી ફાયદો થતો હોય તો બધી શાળા કોલેજ દુકાનો ઓફિસો મિલો કારખાનાં બંધ કરી દો, ઘરે બેસીને માત્ર મેસેજ જ ફોરવર્ડ કર્યા કરો. વિચારોમાં પરિવર્તન લાવો, સોચ બદલો ઉમંગ ઉત્સાહથી લાગી પડો.માવા ગુટખા સિગારેટ ફૂંકવાનું બંધ કરો, કંઈ નક્કર કરો, કંઈ ચોક્કસ કરો, પછી જોજો કે આપણે બદલાયા કે આપણો દેશ બદલાયો?
સુરત      – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં

મોબાઇલ જો ત્રીજી આંખ છે ને તે અંધાપો લાવે છે
મોબાઇલ એટલે આજના માનવની ત્રીજી આંખ. મોબાઇલ ફોનનું વળગણ હદ વટાવી ગયું છે. ઘરના માણસો સાથે વાત કરવાની ફુરસદ નથી, મોઢા માનવીના મોબાઇલમાં ખુપી ગયા છે. લોકો એક બીજાના ઘરે જતા બંધ થઇ ગયા છે. મોબાઇલ ચેટીંગ અને મોબાઇલ વોટસઅપ કોલીંગથી મળ્યાનો આનંદ માણી લે છે અને મોબાઇલ અને સોશ્યલ મીડીયા એક બીજાના દોસ્ત બની ગયા છે એવું કહો તો ખોટું નથી.

દારુ અને તમાકુના વ્યસનથી અનેક ગણું વ્યસન મોબાઇલનું છે. હા એક વાત સારી છે સીસીટીવીના ફુટેજ જોવા, પૈસાનું ટ્રાન્જેકશનની આપલે કરવી અને ગુગલ સર્ચ કરવું એ આપણું કામ આસાન કરી દે છે. માણસ માણસને ભુલી ગયા છે. ટીનએજર્સ કે યંગસ્ટર્સ નહીં બધી જ ઉંમરના લોકોને આ રોગ છે. આખું ટીવી મોબાઇલમાં કેદ થઇ ગયું છે. કાનમાં ઇયર પ્લગ નાખીને ફરતા જુવાનીયાને મારી રીકવેસ્ટ છે કે પાછળથી હોર્નના અવાજ પણ નથી સંભળાતો ને એકસીડન્ટના ભોગ બને છે. મોબાઇલ ફોનનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઇએ એને ત્રીજી આંખ નહીં બનાવો. નુકસાન આપણને જ છે.
સુરત              – તૃષાર શાહ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top