આજે આપણે નૈતિક રીતે પતનના માર્ગે ધસી રહ્યા છે. એનું કારણ ખબર છે ? મૂલ્યહાસ! તેના મૂળમાં નૈતિકતાના ખ્યાલોનું થતું ધોવાણ જવાબદાર છે. આજથી સાતેકદાયકા પહેલા આપણે ભણતા ત્યારે ઘરના વડીલથી ડર ન્હોતો લાગતો એટલો ડર શિક્ષકથી લાગતો. એક આંખમાં વિદ્યાર્થી માટે કરૂણા અને બીજી આંખમાં શિસ્ત માટે કડપ! એ શિક્ષકનું લક્ષણ હતુ ત્યારે શિક્ષક ભણાવતો અને તેના મગજમાં સતત એક ખ્યાલ રહેતો કે તે એક માનવીનું ઘડતર કરે છે. ત્યારે પણ શાળાનાં સંચાલક મંડળો હતા પણ તેઓ કોઇ શિક્ષકની બાબતમાં માથુ મારતા ન હતા. શિક્ષકને અલબત ઝાઝી આવક ન હતી. પણ તેનું ગુજરાન ચાલે એ જોવાની જવાબદારી સંચાલક મંડળ નિભાવતુ હતું. શિક્ષક નબળા વિદ્યાર્થી પાછળ વધારે મહેનત કરતો પણ તેનું લક્ષ વિદ્યાર્થીને કાબેલ બનાવવાનું હતુ. આજે સરકાર અને સંચાલકો શિક્ષકનું શોષણ કરવાનો પોતાનો પરમ ધર્મ સમજે છે. પ્રાધ્યાપક થવાની લાયકાત ધરાવનાર શિક્ષકને પ્રાથમિક શિક્ષણમાં જોતરી બધા ગર્વ અનુભવે છે. કયારેક તો શકુનિ જેવા સંચાલકો પ્રામાણિક શિક્ષકને અભિમન્યુની જેમ ચક્રવ્યુહમાં ફસાવી તેની પાસેથી રાજા હરીશચંદ્ર બનવાની અપેક્ષા રાખે છે. અને મૂછમાં સત્યવાદી હસે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શિક્ષક પોતાની નિતીમત્તા ત્યાગવાની ફરજ પાડી જેને લાચાર અવસ્થામાં મૂકી સમાજ કઇ રીતે નૈતિક પ્રગતીની આશા રાખી શકે ?
સુરત – ધનસુખ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ટ્રમ્પની અસલિયત
ટ્રમ્પ અમેરિકામાં બીજીવાર ચૂંટાયા પછી ઘણા બદલાઇ ગયા છે (કે પછી એમનું અસલી ચરિત્ર છતું થયું છે) અમેરિકા ઘણુ મોટુ છે અહીં દુનિયાભરની દોલત અને સગવડો છે એટલે ત્યા સેટલ થવાની ઘેલછા હોય છે. અમેરિકન પ્રજા થોડી કામચોર અને આળસુ છે કારણ એમને ઘણું બધુ તૈયાર મળે છે એટલે ત્યાં ગેરકાયદે ઘુસનારને પણ કામ અને આજીવીકા મળી રહે છે અને અમેરિકન ડોલરની કિંમત ભાગ્યે જ ઓછી થાય છે આખી દુનિયામાં કયાંય પણ વાપરી શકાય છે. એ પણ એક કારણ છે કોઇપણ નબળા કે અવિકસીત દેશના નાગરિકોનું અમેરિકા પ્રત્યે આકર્ષણ વાત આડે પાટે ચડી ગઇ વાત છે ડીપોર્ટેશનની હમણાં જે રીતે ઘુસણકોરોને તેમના દેશમાં ધકેલવામાં આવે છે તે છે તેમને હાથકડી અને પગમાં બેડી સુધ્ધાં લગાવવામાં આવે છે શું આ જરૂરી છે કે પછી ભવિષ્યમાં ઘુસનાર સો વાર વિચાર કરે એવો ભય જતાવવા માટે છે. હવે તો આજના સમયમાં ભારતમાં પણ ઘણી તકો છે અને સરકાર અને ખાનગી ઉદ્યોગપતીઓનો સહકાર છે. તો આજની યુવા પેઢી સમજે અને અમેરિકાનો મોહ છોડી અહીં મહેનત કરે તેથી આપણું દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાનું સપનું સાકાર થઇ શકે. ઘણી નાની વાતોમાં માથું મારનાર માનવ અધિકારવાળા આ અમાનવીય રીત માટે કેમ ચૂપ છે કેમ વિરોધ નથી થયો ? કે પછી મોટા દેશો માટેના માપદંડ અલગ છે.
હૈદરાબાદ – જીતેન્દ્ર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
