Charchapatra

આપણાં દેશપ્રેમમાં દંભ ભળી ગયો છે

પ્રજાસત્તાક દિન આવી રહ્યો છે. ઠેરઠેર ધ્વજવંદન, દેશભકિતના ગાન, સોશિયલ મિડિયા પર દેશભકિતના સંદેશા વિ. અનેક પ્રકારે દેશપ્રેમ વ્યકત થશે! નેતાઓના પ્રિય તહેવાર! દેશભકિત વ્યકત કરવાનો! પણ આપણે સૌએ અંતરાત્માને ઢંઢોળી પૂછયું કે, ‘આપણે સાચા દેશભકત છીએ?’ કાયદાનું ઉલ્લંઘન, વાહન વ્યવહારના નીતિ નિયમો ન પાળવા, અસ્વચ્છતાનો પ્રસાર, કરચોરી, ગેરકાયદેસર વ્યાપાર, અનીતિના વેપાર, ભ્રષ્ટાચાર (લગભગ દરેક સરકારીક્ષેત્રે) આ સમગ્ર દૂષણો આપણા જીવન સાથે જોડાઇ ગયા છે!

તો, આપણે દેશભકત છીએ એવું માનવાનો શું અધિકાર હોઇ શકે? એક ઉત્તમ નાગરિક બનીશું અને દેશના તમામ કાયદા – કાનૂનનું પાલન કરીશું, ભ્રષ્ટાચાર મુકત દેશ બનાવીશું તો એ દેશ સેવા જ ગણાશે! પ્રત્યેક નાગરિક સ્વયંસુધારણાને પંથે હશે તો સાચી દેશભકિત અવશ્ય વ્યકત થશે જ! કાયદા આપણી રક્ષા માટે છે પણ આપણને આપણા ‘ફાયદા’ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાની આદત છે! એક બે દિનની દેશભકિત અને દેશપ્રેમ દર્શાવવા કરતાં આખું વર્ષ દેશભકત બનીશું તો સાચા ભારતીય નાગરિક સિધ્ધ થઇશું!

સુરત     –  નેહા શાહ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top