આદિવાસી પ્રજા ભોળી, અણસમજુ, અભણ અને ગરીબ છે તેનો લાભ લઇને તેઓની વટાળ પ્રવૃત્તિ અને ધર્માંતરણ કરાવવામાં આવે છે. લોભ, લાલચ, આર્થિક લાભ તેમ જ જીવનોપયોગીની લ્હાણી કરી હિન્દુમાંથી ધર્મપરિવર્તન કરાવવા માટે અનેક ષડયંત્રો ઘડવામાં આવે છે. અન્ય ધર્મનું નામ બદલાવી મેળાપીપણામાં આધારકાર્ડ પણ બનાવી આપી તેમને મોટાં મકાનોમાં વસવાટ કરાવી આપે છે. કહેવામાં આવે છે કે આદિવાસી સામાન્યજનને મૂળભૂત સગવડોથી વંચિત હોવાને નાતે હાલની સબળ સરકાર કોંગ્રેસીઓની ઝાટકણી કરે છે. જો કે છેલ્લાં પંદર વર્ષથી ભાજપના અગ્રણીઓને આ વાત ધ્યાનમાં આવી નહિ અને થોડા સમયમાં ચૂંટણી આવી રહી છે. આથી તેમના મત લેવાને બહાને વટાળ પ્રવૃત્તિનો મુદ્દો ધ્યાનમાં લીધો છે.
જો કે ભાજપના રાજકારણીઓ છેલ્લાં ઘણાં વર્ષોથી બહુમતીના જોરે શોભાયમાન છે, જેમના સમયપર્યંત આદિવાસીઓને હાંસિયામાં રાખ્યા હતા અને ચૂંટણીના આગમન ટાણે ધર્માંતરને ભાજપીઓએ મુદ્દો બનાવી મોટી મોટી વાતો કરી લલચાવીને સદરહુને અગ્રેસર રાખેલ છે. કુદરત ઘણી જ બાહોશ હોવાથી કર્મો મુજબ માનવીનું જીવન જે ધર્મમાં બક્ષ્યું હોય તે જ અન્ય ધર્મ કરતાં શ્રેષ્ઠ છે તેમ સમજીને કોઇ પણ લાલચના જોરે સ્વધર્મનો ત્યાગ કરવો નહિ. પારકા ધર્મ કરતાં ઓછા ગુણવાળો હોય તો પણ સ્વધર્મ શ્રેષ્ઠ ગણવો, જેના વડે પાપ થતું નથી તેમ સમજીને તેના નિયમોનું પાલન કરી જીવન વ્યતીત કરવું. સ્વધર્મને જ સંપૂર્ણ જીવનપર્યંત અપનાવવો એ જ સરળ અને સાચું છે.
સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.