એક જાણીતા ખગોળશાસ્ત્રી ..સતત સંશોધનમાં વ્યસ્ત રહે …૧૮ કલાક અવકાશ નિરીક્ષણ અને નોંધ ક્ર્વામજ વ્યસ્ત રહે તેઓ જેટલા ખગોળશાસ્ત્રના પ્રખર જાણકાર હતા એટલાજ જાણકાર જીવન તત્વના પણ હતા.તેઓ માત્ર અવકાશના ભેદી રહસ્યોને શોધતા ન હતા ..જીવનના ભેદી રહસ્યો પણ ઉકેલી શકતા હતા. જીવનકલાના જાણકાર વિજ્ઞાની મિત્રને એક દિવસ તેમના જૂના દોસ્ત મળવા આવ્યા.તેને કહ્યું, ‘દોસ્ત તું હંમેશા શાંત અને ખુશ રહે છે…આટલા બધા કામના ભારણ હેઠળ ક્યારેય સમતા ગુમાવતો નથી ક્યારેય ગુસ્સે થતો નથી..શું કોઈ દિવસ તારાથી ભૂલ નથી થતી ક્યારેય તને કામનો ભાર અને થાક નથી લાગતો??’ ખગોળશાસ્ત્રી બોલ્યા,
‘ મેં એક એવા તત્વની શોધ કરી છે જે મને હંમેશા ખુશ,જિંદાદિલ,તાકાતવર,કામમાં મસ્ત રાખે છે અને એટલે જ હું ક્યારેય થાકતો નથી …ભૂલ થાય તો ભૂલ નો સ્વીકાર સુધાર કરું છું ગુસ્સે થતો નથી…બહાના કાઢતો નથી અને દુઃખી થતો નથી..’ મિત્રે કહ્યું, ‘એવું તે શું તે ગોત્યું છે?…. મને તો કહે..’ ખગોળશાસ્ત્રી હસ્યા અને બોલ્યા, ‘દોસ્ત તને ન સમજાયું ??..તે તત્વ છે મારો આત્મવિશ્વાસ ……અને આ આત્મ્વીશ્વાને હું કેવી રીતે જીવંત રાખું છું તે જાણવા જેવું છે.’
મિત્રે પૂછ્યું, ‘કેવી રીતે ?’ ખગોળશાસ્ત્રીએ કહ્યું, ‘દોસ્ત મારું મોટાભાગનું કામ હું ટેલીસ્કોપ ..દૂરબીન સાથે કરું છું…પણ જીવનમાં મને સુક્ષ્મદર્શક યંત્ર વધારે ગમે છે..આ બે યંત્ર ના નીયામ્મે જીવનમાં આત્મવિશ્વાસને સદા જીવંત રાખવા અપનાવ્યા છે..પહેલું છે મારા કામનું યંત્ર ટેલીસ્કોપ ..દૂરબીન જે દૂરની બ્સ્તુને મોટી કરીને પાસે દર્શાવે છે..હું દુરબીનનો ઉપયોગ જીવનમાં કરતો નથી ..દૂરની ..આવતીકાલની ..ચિંતા થાય ..દર લાગે તેવી વસ્તુઓને મોટી કરીને હું જોતો નથી કે જેથી મને ડર લાગે ..ડર આત્મવિશ્વાસનો દુશ્મન છે અને એટલે હું ડર ને જ દુર રાખું છું.અને હવે વાત કરું મને ગમતા યંત્રની તે છે સુક્ષ્મદર્શક યંત્ર ..જે નાની અતિ સુક્ષ્મ વસ્તુને મોટી કરી દર્શાવે છે …હું મારી પોતાની સુક્ષ્મ શક્તિઓને સુક્ષ્મદર્શક યંત્રના નિયમ પ્રમાણે એકદમ મોટી કરીને જોઉં છું ..જેથી મને હિંમત મળે છે કે મારામાં આટલી બધી શક્તિઓ અને આવડત છે હું કોઈપણ મુશ્કેલી અને કોઇપણ કામને પહોંચી વળીશ..અને આ હિંમત મારા આત્મવિશ્વાસને મજબુત બનાવે છે.’ મિત્રને ખગોળશાસ્ત્રીની વાત ગમી તેમણે કહ્યું, ‘એટલે જો આપને આપણી આવડત અને શક્તિઓને ઓળખી લઈએ ..અને આપણી શક્તિઓ વિષે સભાન બની તેનો વિકાસ કરતા રહીએ તો હિંમત વધતી રહે અને ડર ઘટતો જાય પરિણામ આત્મવિશ્વાસ મજબુત થાય.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.