Charchapatra

આત્મનિર્ભર અને ફિટ ઇન્ડિયા અને ફિટ ગુજરાતનો નારો રમુજ રીતે દેખાય છે

ભારત આત્મા નિર્ભર બને તે માટે અનેક બોર્ડ બેનરો લગાવીને મોટા ખર્ચ પાડવામાં આવ્યા છે. સ્વદેશી વાપરવાની પહેલ કરવાનું અભિયાન ગાંધીજીએ ચલાવ્યું હતુ. એક વિચારશીલ અને વકીલાતના વ્યવસાય છોડીને દેશની આઝાદી અપાવનાર અનેકોમાંના એક છે.એ સારી વાત છે પરંતુ આજની દ્રષ્ટિએ પક્ષ પાર્ટીનો વિચાર ( મત ) રાખીને એટલા મોટા ભણગા ફૂંકવામાં આવી રહ્યા છે કે સમય આવ્યે આવી  ઘટના યાદ કરતા હાસ્યસ્પદ ચિત્ર  ઉભા થાય છે. જે આજે મીડિયામાં જોઈ શકાય ખરી વાત એ છે કે આત્મનિર્ભર બનવા માટે પ્રથમ તો વિદેશમાં જતું યુવાધન શિક્ષણ માટે તે બંધ થવું જોઈએ. એક સમયની તક્ષશિલા નાલંદા વલભી જેવી  મહાવિદ્યાલયોમાં વિદેશી નાગરિકો ભારત ભણવા માટે આવતા હતા.

તે સમય એટલે શિક્ષણ માટે ભારત આત્મનિર્ભર આજે તેનાથી વિપરીત પરિસ્થિતિ આવી ગઈ મોટા ભાગના VIP વર્ગના નાગરિકો વિદેશમાં ભણવા માટે જાય છે.આ વાત સ્પષ્ટતા આપે છે કે આઝાદીના દાયકાઓ નીકળી જવા છતાં ભારતનું શિક્ષણનું સ્તર ગુણવત્તા વિહીન બનવા લાગ્યું છે. કાયદાની ડિગ્રી હોય કે વાણિજ્યની ડીગ્રી હોય વેચાણ વર્ગને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક સળંગ ભાજપીય સત્તા છે. અને શિક્ષણનું  કથળતું પાસું એ વાતનો નિર્દેશ કરે છે કે સરકારને સરકારી શિક્ષણ સુધારવાની કોઈ ઈચ્છા શક્તિ નથી. માટે યુનિવર્સિટીઓમાં કૌભાંડ સામે આવે  છે.

નીતિમત્તાની જગ્યાએ ઉચ્ચ વર્ગના નોકરીયાતો (નોકરી ) સરકારના તંત્રમાં આવીને ભ્રષ્ટાચાર કરે છે. રબર સ્ટેમ્પ બની સરકાર મીડિયામાં આવીને કોઈને બાંધછોડ કરવામાં આવશે નહીં. આવું બોલીને વાત ભુલાવી દેવામાં આવે છે. ફરી અમુક સમય પછી એની એ જ ઘટનાનો  મહાવરો થાય છે. આમાં કઈ રીતે આત્મા નિર્ભર બની શકાય.? શિક્ષણ માટે જ અન્ય દેશ પર આધાર હોય ત્યાં ફિટ ઇન્ડિયા અને ફિટ ગુજરાત કહેવું મૂર્ખામી ભર્યું છે. ગુજરાતમાં સાધુ સંતોના ડાયરા કરીને પ્રજાને  ભરમાવવામાં આવે છે.

એ જ ધરતી પર કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો શિક્ષણ ધામમાંથી પકડાતી હોય ત્યાં સંસ્કાર અને સરકાર પર સવાલ ઊભા કરે છે. તેમાં આત્મનિર્ભનો ફિયાસ્કો દેખાય છે. ભણેલો વર્ગ આવી પરિસ્થિતિ વચ્ચે ગેસ ગટર આરોગ્ય રેલવે માટે સ્વચ્છ વિચાર મનમાં કઈ રીતે લાવી શકે.? વિચાર આવી શકે તો માત્ર ચૂંટણી સમયે લોકાર્પણ નેતાઓ વડે કરવામાં આવતું રંગ રોગાનનું  ચિત્ર બાકી સર્વત્ર નાગરિકોના કોણીએ ગોળ લગાડવા સિવાય વિશ્વમાં આ વિશ્વગુરુ આજે રમકડું તરી આવે છે.
તાપી – હરીશકુમાર ચૌધરી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top