એક સુભાષિતનો સારાંશ કંઇક એવો છે કે હાથી-ઘોડા કે વાઘનો બલિ નથી ચડાવવામાં આવતો. ‘અજાપુત્ર’ (બકરા)નો જ બલિ ચડાવવામાં આવે છે. એક સમય હતો, બેબી બુમર્સ લાલ ઘઉં અને એ પણ રેશનકાર્ડ પર, કે પછી આપણને ભૂખા રાખવા ચોખા મોકલવાની પણ ના પડાયેલી. 1971નું યુદ્ધ જ્યારે નિર્ણયાત્મક ક્ષણે હતું ત્યારે હિન્દ મહાસાગરમાં નૌસેનાનો 7મો જહાજી બેડો કોણે મોકલેલો. અર્થતંત્ર હોય કે સંરક્ષણ સમય બદલાયો છે. 1971 નું એ આપણુ સ્વદેશી, નાનકડુ જેટ ફાઇટર કે જેણે યુએસના અજય ગણાતા સેબર જેટના છક્કા છોડાવેલા. એ ‘વિજયંતા’ ટેન્ક સામે પેટન્ટ ટેન્ક નમાલી નિવડેલી. આઇએનએસ વિક્રાંત…. પરંતુ એક સમયગાળો એવો આવ્યો કે એક યા બીજા કારણે પ્રગતિ ના થઈ.
વર્તમાનમાં આપણા જેટ ફાઇટર તેજસ હોય કે સેનાની એ ‘જોરાવર’ નામની રણગાડી (ટેન્ક) આપણે સારામાં સારા બનાવીએ છીએ. મિત્રો થોડીક અંગત વાત કરીએ તો આપણે પણ સંરક્ષણની જેમ રાષ્ટ્ર માટે મહત્ત્વના એવા અર્થતંત્ર ક્ષેત્રે પેલી સેતુબંધ બાંધવામાં પોતાનો સહયોગ આપનારી નાનકડી ખીસકોલી જેમ સહયોગ કરી શકીએ છીએ. વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીને દેશનું અબજોનું નાણુ વિદેશમાં જે ઘસડીને લઈ જવાતુ બચાવી શકીએ છીએ. આમાં જો રતિભાર શંકા હોય તો ઇન્ટરનેટ પર જોઈ શકો છો. અંતમાં એ જ વ્યાપાર માટે દેશમાં આવેલી વિદેશી કંપની એ આપણને કઇ રીતે ગુલામ બનાવી રહી છે તે વિચારો! ‘જયહિન્દ’
પાલણપોર, સુરત – ચેતન સુશીલ જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.