આણંદ, તા.10
આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં શનિવારના રોજ આઠ હજાર આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુર્હૂતનો કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભા પ્રમાણે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યાં હતાં. જેમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.
આણંદની સાત વિધાનસભા વિસ્તારના 605 આવાસોનું વડાપ્રધાનની વર્ચ્યુઅલ હાજરીમાં ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. જેમાં 285 આવાસોનું લોકાર્પણ અને 320 આવાસોનું ખાતમૂર્હૂત કરવામાં આવ્યું હતું. બોરસદ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, કલેક્ટર પ્રવિણ ચૌધરી સહિત મહાનુભાવો સીસ્વા ખાતે હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત આણંદના અક્ષર ફાર્મ ખાતે પણ ધારાસભ્ય યોગેશભાઈ પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ખંભાત, સોજિત્રા, ઉમરેઠ અને આંકલાવમાં પણ કાર્યક્રમ યોજાયાં હતાં.
ખેડા જિલ્લામાં છ વિધાનસભા મહુધા, માતર, નડિયાદ, મહેમદાવાદ, ઠાસરા અને કપડવંજ ખાતે સમાંતર યોજાયેલા કાર્યક્રમમાં 1542 આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને કલેક્ટર અમીત પ્રકાશ યાદવની હાજરીમાં હેરંજ ગામમાં કાર્યક્રમ યોજાયો હતો.
મહીસાગર જિલ્લાના સંતરામપુર એસ.પી. હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લામાં 6047 આવાસનું ઇ-લોકાર્પણ અને 66 આવાસનું ખાતમુર્હૂત કરાયું હતું.
આણંદ, ખેડા અને મહીસાગરના 8 હજાર પરિવારને ઘરનું ઘર મળ્યું
By
Posted on