આણંદમાં હિન્દુ સમાજે તહેવારો શાંતિથી ઉજવાય અને કોઇ છમકલા ન થાય તે માટે રેલી યોજી
શાળા – કોલેજ બહાર ઉભા રહેતાં વિધર્મી યુવકોને સામે પગલાં ભરવા કલેક્ટરને રજુઆત
આણંદ જિલ્લા હિન્દુ સમાજ દ્વારા ગુરૂવારના રોજ જાગનાથ મહાદેવથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્રમાં આવ્યું હતું. જેમાં છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ દ્વારા કોઇને કોઇ બહાને હિન્દુ સમાજને ઉશ્કેરીને કરાતા છમકલા તેમજ આણંદ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર, અનૈતિક ધંધા, ભેદી પ્રવૃત્તિઓ, ષડયંત્રો સામે તાત્કાલિક તપાસ કરવા માગણી કરવામાં આવી હતી.
આણંદ જિલ્લા હિન્દુ સમાજ દ્વારા ગુરૂવારના રોજ જાગનાથ મહાદેવ ખાતે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભા બાદ એક રેલી યોજવામાં આવી હતી અને કલેક્ટર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નામે મહત્તમ હિન્દુઓનો ભોગ લેવાઇ રહ્યો છે. ખૂબ જ મોટા પાયે હિન્દુ બહેન – દિકરીઓને ફસાવી, ફોસલાવી લવજેહાદ તેમજ હિન્દુ વિસ્તારમાં જમીન, મકાન ખરીદી લેન્ડ જેહાદના બનાવો વધી રહ્યાં છે. હિન્દુઓ કે હિન્દુ સંગઠન દ્વારા ક્યારેય કોઇ પણ રીતે વિરોધ પ્રદર્શિત કરતો નથી. હિન્દુ માત્ર શાંતિ જ ઇચ્છે છે. આમ છતાં છેલ્લા કેટલાક સમયથી બનતી ઘટના અંગે પગલા ભરવા માગણી ઉઠી છે.
આ અંગે કલેક્ટર સમક્ષ રજુઆત કરતાં જણાવ્યું હતું કે, કોલેજમાં મારામારીની ઘટના હજુ શાંત થઇ નથી. કોલેજોના પાર્કીંગમાં તથા કોલેજ કેમ્પસ બહાર પ્લાનિંગ પૂર્વક હિન્દુ દિકરીને લેવ-જેહાદના ષડયંત્રમાં ફસાવવા માટે વિધર્મીઓ ટોળા સાથે બેસતાં હોય છે. મહોરમમાં બ્રિજ સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો. આગામી દિવસમાં સતત અનેક હિન્દુ ધર્મના તહેવારો અને ઉત્સવ આવી રહ્યા છે. જે જાહેર તહેવારો – ઉત્સવ તરીકે ઉજવવાના હોય છે. જેમાં વિધર્મી લોકો પૂર્વ આયોજીત કોઇ ષડયંત્ર કરી તહેવારો અને ઉત્સવોને શાંતિથી ન ઉજવે અને પ્રશાસન સતત કામ અને સંઘર્ષમાં લાગેલું રહે તેવી અમને શંકા છે. આ આવેદનપત્રમાં હિન્દુ સમાજના અનેક આગેવાનો હાજર રહ્યાં હતાં.