Charotar

આણંદમાં વા વંટોળ , વરસાદી માહોલથી ખેડુતોમા ચિંતા પ્રસરી 

લગ્નોની મોસમ ખીલી ઉઠી છે. એવા સંજોગોમાં કુદરતે પણ વરસાદી માહોલ જમાવી દીધો 

(પ્રતિનિધિ) આણંદ તા 13

આણંદમાં સોમવારે  સાંજે હવામાનમાં એકાએક  પલટો આવ્યો હતો. જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. તેમજ આકાશમાં વાદળો ઘેરાયા છે. આણંદમાં વધુ એકવાર ખેડૂતોને  કમોસમી વરસાદની પરિસ્થિતિથી નુકસાન થવાની ચિંતા પ્રસરી છે..  હાલ વૈશાખ મહિનામાં લગ્નોની મોસમ ખીલી ઉઠી છે. એવા સંજોગોમાં કુદરતે પણ વરસાદી માહોલ જમાવી દીધો છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  વરસાદની  સિસ્ટમ સક્રિય બનેલ છે જેના કારણે આણંદ ખેડા મહીસાગર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં આગામી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા આજે આણંદ સહિત ખેડા મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. 

પ્રાપ્ત થતી માહિતી મુજબ આણંદ ખેડા જિલ્લામાં  કમોસમી વરસાદના એંધાણ સાથે કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા હળવા છાંટા ઝાપટાં પડવાના શરૂ થઈ ગયું છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના પગલે ખેડૂતો સહિત સામાન્ય જનતાએ પણ સાવચેતી માટે ચહલપહલ તેજ બનાવી દીધી છે.છે.

જોકે કમોસમી વરસાદથી આણંદ ખેડા જિલ્લામાં અસહ્ય ઉકળાટમાં મહદઅંશે રાહત મળી છે. શહેર સહિત મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વા વંટોળ અને વરસાદી માહોલ છવાયો છે. ધૂળની ડમરીના વંટોળ સાથે વરસાદી માહોલ ખેડૂતો માટે વધુ ચિંતાજનક બન્યો છે. અસહ્ય ગરમી બાદ અચાનક સાંજના સુમારે વાતાવરણ પલટાયું હતુ.

   આણંદમાં  આગામી ચારેક દિવસ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જેથી જિલ્લામાં શહેરમાં તેમજ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે. 

Most Popular

To Top