Anand

આણંદનો જેકે લોટ્સ પાર્ટી પ્લોટ તોડી પાડયો

જરૂરી પરવાનગી વગર કરેલ બાંધકામ પર કરમસદ- આણંદ મનપાએ કાર્યવાહી કરી

આણંદ.
આણંદ શહેરમાં આવેલ જે કે લોટસ પાર્ટી પ્લોટને અગાઉ બિલ્ડીંગ યુઝ અને ફાયર ની જરૂરી પરમિશન ન હોવાથી મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. અને જરૂરી પુરાવાઓ રજૂ ન કરતા પાર્ટી પ્લોટ સીલ કરવામાં આવ્યો હતો.

આ નોટિસ અન્વયે જે કે લોટસ ના માલિકો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. ગુજરાત હાઇકોર્ટ દ્વારા જરૂરી પરમિશન તારીખ 1 માર્ચ 2026 સુધીમાં મેળવી લેવા જણાવ્યું હતું.

જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા અગાઉ જે કે લોટસ પાર્ટી પ્લોટ સીલ કરવામાં આવ્યો હતો તે ખોલવામાં આવ્યો હતો.
તારીખ 1 માર્ચ 2026 ના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ સ્ટે હટાવતા મહાનગરપાલિકા દ્વારા કાયદાની જોગવાઈ ને આધીન કલમ 260 હેઠળ જે કે પાર્ટી પ્લોટ્સ દ્વારા બિન પરવાનગીથી કરેલ કરેલ બાંધકામ દૂર કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી અને જરૂરી પરવાનગીઓ રજૂ કરવા જણાવ્યું હતું.

જે કે લોટસ પાર્ટી પ્લોટ્સના માલિક દ્વારા હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ મુદત પૂર્ણ થતા કોઈપણ પ્રકારની બી યુ, ફાયર કે કોઈ પરવાનગી ન મેળવતા જે કે લોટસ પાર્ટી પ્લોટ ખાતે બિન પરવાનગીથી કરેલ બાંધકામ દૂર કરવા માટે નોટિસ આપ્યા બાદ જે કે લોટસ પાર્ટી પ્લોટના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારના પુરાવા રજૂ ન કરતા અને કોઈપણ પ્રત્યુતર ન પાઠવતા બીન પરવાનગીથી કરવામાં આવેલ બાંધકામ દૂર કરવા અંગે આખરી નોટિસ પણ આપવામાં આવી હતી જેમાં જે કે લોટસ પાર્ટી પ્લોટ્સના સંચાલકો દ્વારા કોઈપણ પ્રત્યુતર મહાનગરપાલિકાને ન મળતા મહાનગરપાલિકા ની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી જેમાં આજરોજ અનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top