આજે બપોરે આશરે 2:35 વાગ્યે વોટ્સએપનું સર્વર અચાનક ડાઉન થયું, જેને કારણે લાખો યુઝર્સને મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી. Metaના આ મેસેજિંગ એપમાં ખાસ કરીને ચેટ ડિલિવરીમાં વિલંબ અને કનેક્ટિવિટીની સમસ્યા જણાઈ હતી. સમગ્ર મામલે Downdetector પર 10 મિનિટમાં હજારો રિપોર્ટ નોંધાયા. યુઝર્સે ટ્વિટર અને અન્ય પ્લેટફોર્મ પર પોતાની ફરિયાદો વ્યક્ત કરી. અત્યાર સુધી Meta તરફથી કોઈ અધિકૃત સ્પષ્ટતા આવી નથી, પરંતુ ટેકનિકલ ટીમ સ્થિતિને સામાન્ય કરવા માટે કાર્યરત છે. WhatsApp ડાઉન થતાં લોકોના અંગત તથા વ્યવસાયિક સંવાદમાં મોટી અડચણ ઉભી થઈ હતી.
