હાલમાં આસો સુદ માસની નવરાત્રી ચાલી રહી છે જેને શારદીય નવરાત્રી પણ કહેવામાં આવે છે. નવ દિવસ માતાજીના વિવિધ નવ સ્વરૂપોની આરાધના, પૂજા કરવામાં આવે છે ત્યારે
ચોથા નોરતે મા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે તેમની પૂજા ભક્તિ શ્રધ્ધા સાથે આરાધના કરવાથી રોગ અને કષ્ટ દૂર થાય છે.
કહેવાય છે કે ,જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે દેવી કુષ્માંડાએ જ બ્રહ્માંડની રચના કરી હતી. દેવી કુષ્માંડા જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્યશક્તિ છે. એમનો નિવાસ સૂર્યમંડળમાં છે. ત્યાં નિવાસ કરવાનું સામર્થ્ય અન્ય કોઈમાં નથી . આજે નવરાત્રીનો ચોથો દિવસ છે. આ ચોથું નોરતું એટલે નવદુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજાનો અવસર કહેવાય છે. નવદુર્ગાના વિધ વિધ સ્વરૂપના પ્રાગટ્ય સાથે કેટલીક કથાઓ જોડાયેલી છે. તેવી જ રીતે મા કુષ્માંડાના સ્વરૂપ સાથે પણ રોચક કથા સંકળાયેલી છે.
કયા પૂજન દ્રવ્યોથી દેવી કુષ્માંડાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે આદ્યશક્તિના કુષ્માંડા સ્વરૂપનું સ્મરણ કરી તેમની પૂજાનો સંકલ્પ લેવો. દેવી કુષ્માંડાનું સ્વરૂપ સૂર્ય સમાન તેજસ્વી છે.
કુષ્માંડાની પૂજા નારંગી રંગના કપડા પહેરીને કરવી જોઈએ. માતા કુષ્માંડાની પૂજામાં તેમને લવિંગ, એલચી, વરિયાળી, કુમ્હડા એટલેકે પેઠા અર્પિત કરવું. આ સાથે માતાને કુમકુમ, મોલી, અક્ષત અર્પણ કરવા. માતાને એલચી અર્પણ કરતી વખતે ઓમ બું બંધાય નમ: મંત્રનો જાપ કરવો.